Gujarat Agriculture Relief Package: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ દરમિયાન રાજ્ય સરકાર ખેડૂતોને રિઝવવા મોટી જાહેરાત કરી શકે છે. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન મામલે રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપશે.આજે રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ નિવેદન આપ્યું હતું.
શું કહ્યું કૃષિ મંત્રીએ
કૃષિ મંત્રીએ કહ્યું, આ મુદ્દે અંતિમ રાહત પેકેજ મુખ્યમંત્રી જાહેર કરશે.આવતીકાલની કેબિનેટની બેઠક બાદ રાહત પેકેજની જાહેરાત થઇ શકે છે.જે જિલ્લાઓમાં ૩૩ ટકાથી વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓને સહાય ચૂકવવામાં આવશે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના અસરગ્રસ્ત જિલ્લાઓમાં સહાય ચૂકવાશે.
દિવાળી પહેલા ગુજરાત સરકારે જાણો લોકોનું શું આપી મોટી ભેટ
વઘતી મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. વર્ષમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 2 સિલિન્ડર ફ્રી આપવાની સરકારે જાહેરાત કરી છે. દીવાળી પહેલા સરકારે મોટી જાહેરાત કરી છે. 650 કરોડ રુપિયાની રાહત થશે. આ ઉપરાંત CNG અને PNGના વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે. 8થી 9 લાખ જેટલાં રીક્ષા ચાલકોને આ ભાવ ઘટાડોનો લાભ મળશે. CNG વાહન ચાલકો માટે 700 કરોડની રાહત અને PNGમાં 1000 કરોડની રાહત આપવામાં આવી છે. આમ કુલ 1700 કરોડનો લાભ થશે.
વિશ્વની ટોચની 10 સુંદર મહિલાઓમાં દીપિકા પાદુકોણ એક માત્ર ભારતીય, જુઓ લિસ્ટ
જોડી કોમરને વિશ્વની સૌથી સુંદર મહિલાના ચહેરા તરીકે પસંદ કરવામાં આવી છે. આ યાદીમાં દસ મહિલાઓના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. દીપિકા પાદુકોણ એકમાત્ર ભારતીય મહિલા છે. જેમનું નામ વિશ્વની દસ સુંદર મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોનું નામ સામેલ છે અને દીપિકા કયા નંબર પર છે.
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ યાદી એક વૈજ્ઞાનિક દ્વારા બહાર પાડવામાં આવી છે. જેમણે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી ચહેરાના સૌંદર્ય ગુણોત્તરને માપવા માટે પ્રાચીન ગ્રીક તકનીકોનો ઉપયોગ કરવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ મેપિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો હતો. જેમાં જોડીના ચહેરાને રેશિયો મુજબ 98.7 ટકાનો સ્કોર મળ્યો છે.
યુકે સ્થિત પ્લાસ્ટિક સર્જન ડૉ. જુલિયન ડી સિલ્વાએ અભ્યાસ અનુસાર જોડી કોમરને વિશ્વની સૌથી સુંદર મહિલા ચહેરા તરીકે પસંદ કરી છે. તેમાં અભિનેત્રી ઝેંદાયા, મોડેલ બેલા હદીદ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. તે જ સમયે, બેયોન્સ અને કિમ કાર્દાશિયને પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી લીધી છે. દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે વિશ્વની 10 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં નવમા સ્થાને હતી.
જોડી કોમર સિવાય, સેલેબ્સનો ગોલ્ડન રેશિયો સ્કોર આ રીતે ટકાવારીમાં આપવામાં આવે છે. ઝેન્ડાયા (94.37), બેલા હદીદ (94.35), બેયોન્સ (92.44), એરિયાના ગ્રાન્ડે (91.81), ટેલર સ્વિફ્ટ (91.64), જોર્ડિન ડન (91.39), કિમ કાર્દાશિયન (91.28), દીપિકા પાદુકોણ (91.22) અને હોયોન (93.39)