Vermicompost Farming : રાસાયણિક ખાતરના ઉપયોગથી માટીની ઉત્પાદનક્ષમતા ઘટી જાય છે અને લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. મોટા ભાગના લોકો જૈવિક ખેતી કરફ વળી રહ્યા છે. ગામડામાં રહેતા ખેડૂતો વર્મીકંપોસ્ટ ખાતર બનાવીને ખેડૂતો તગડો નફો કમાઈ શકે છે.
આ ખાતર બનાવતી વખતે શું સાવધાની રાખશો
વર્મીકંપોસ્ટ ખાતર બનાવવા માટે થોડી સાવધાની રાખવી પડશે. અંધારુ રહેતી હોય તેવી જગ્યા પસંદ કરો અને તાપમાનની દ્રષ્ટિએ સહેજ ગરમ હોય તેવું સ્થાન ઉત્તમ છે. જે જગ્યાએ આ ખાતર બનાવવામાં આવતું હોય તો ત્યાં સૂર્યના કિરણો સીધા ન પડે તેનું ધ્યાન રાખો.
ખાતર તૈયાર કરવાની રીત
6 x 3 x 3 ફૂટનો ખાડો બનાવો. તેમાં બે થી ત્રણ ઈંચના ઈંટ, પત્થરના નાના ટુકડા ને ત્રણ ઈંચ માટીના થર પર પાથરો. તેના પર ત્રણ ઈંચ માટીનું થર કરો. તેના પર છ ઈંચ માટીનું થર કરો. તેના પર નિયમિત પાણી છાંટતા રહો. જે પાર તેમાં છાણ, સૂકા પાંદડા, ઘાસ નાંખો. ત્રીસ દિવસ બાદ તેમાં તાડ કે નાળિયેરના પાંદડા હટાવીને વાનસ્પતિક કચરો કે સૂકા પદાર્થ સાથે 60:40ના રેશિયો સાથે બે ત્રણ ઈંચ માટી નાંખીનો દાટી દો. તેના પર 8 થી 10 છાણાના નાના-મોટા ઠગલા કરી દો. ખાડો ભરાયાના 45 દિવસ બાદ ખાતર તૈયાર થઈ જાય છે.
આ ખાતર તમે આસપાસના વિસ્તારોના ખેડૂતોને વેચીને સારી કમાણી કરી શકો છે. જેટલું કામ મોટું હોય તેટલી કમાણી વધી શકે છે.
આ પણ વાંચોઃ
Andrew Symonds Death: બિગ બોસ 5નો હિસ્સો રહી ચુક્યો છે સાયમન્ડ્સ, સની લિયોની સાથે હતી મિત્રતા
બેંકમાંથી કેશ ઉપાડવા-જમા કરાવવાના બદલાશે નિયમ! 26 મેથી લાગુ થશે નવા નિયમ, જાણો વિગત