કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ યોજનામાં થતી છેતરપિંડી રોકવા માટે સરકારે હવે રજીસ્ટ્રેશન માટે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. એટલે કે રેશનકાર્ડ નંબરની નોંધણી બાદ જ પતિ કે પત્ની અથવા તે પરિવારના કોઈપણ એક સભ્યને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે.


યોજના માટે રેશનકાર્ડ ફરજિયાત બન્યું


સરકાર દ્વારા કરવામાં આવેલા મોટા ફેરફારો હેઠળ હવે આ યોજના માટે નવા રજીસ્ટ્રેશન પર રેશનકાર્ડ નંબર આપવો ફરજિયાત રહેશે. આ સિવાય દસ્તાવેજની પીડીએફ કોપી પણ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. જો તમે પીએમ કિસાન યોજના હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવો છો, તો અરજદાર માટે રેશન કાર્ડ નંબર અપલોડ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારો હેઠળ હવે 7-12નો ઉતારો, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી ફરજિયાત સબમિટ કરવી પડશે. જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું તો આજે જ કરી લો. આમ કરવામાં નિષ્ફળતા તમારા હપ્તાની રકમ મેળવવામાં સમસ્યા થઈ શકે છે


PM કિસાન સન્માન નિધિ યોજના શું છે?


આ યોજના ખેડૂતો માટે સરકારની મહત્વકાંક્ષી નાણાકીય યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ, એક વર્ષમાં ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયા સીધા ખેડૂતને તેના ખાતામાં આપવામાં આવે છે. એટલે કે દરેક હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ એવા નાના ખેડૂતોને આપવામાં આવે છે જેમની પાસે 2 હેક્ટર જમીન છે.


આ રીતે તમારી સ્થિતિ તપાસો



  • સૌથી પહેલા વેબસાઇટ pmkisan.gov.in પર જાવ

  • હવે 'ફાર્મર્સ કોર્નર' ના વિકલ્પ પર ક્લિક કરો.

  • પછી લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરો.

  • હવે તમારા રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામનું નામ દાખલ કરો.

  • પછી 'Get Report' વિકલ્પ પર ક્લિક કરવાથી સંપૂર્ણ સૂચિ ખુલશે.

  • ખેડૂત આ યાદીમાં તમે તમારા હપ્તાની વિગતો જોઈ શકો છો.


આ પણ વાંચો: PM Kisan Samman Nidhi Yojana: ધરતીપુત્રો આનંદો, કિસાન સમ્માન નિધિમાં હવે છ ના બદલે મળી શકે છે આઠ હજાર