PM Kisan 22nd Instalment Update: PM કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? આ ખેડૂતોના ખાતામાં નહીં મળે રૂપિયા
PM Kisan 22nd Instalment Update: પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર જમીનધારક ખેડૂત પરિવારોને વાર્ષિક ₹6,000ની નાણાકીય સહાય મળે છે.

PM Kisan 22nd Instalment Update: પીએમ કિસાન યોજનામાં નોંધાયેલા લાખો ખેડૂતો 2,000 રૂપિયાના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી. જોકે, 21મો હપ્તો નવેમ્બર 2025 માં જાહેર કરવામાં આવ્યો હતો, તેથી વર્તમાન પેટર્નના આધારે આગામી હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ 2026ની વચ્ચે આવવાની સંભાવના છે.
પીએમ કિસાન યોજના હેઠળ પૈસા કેવી રીતે મેળવશો
પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર જમીનધારક ખેડૂત પરિવારોને વાર્ષિક ₹6,000ની નાણાકીય સહાય મળે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં વિતરિત કરવામાં આવે છે અને DBT દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તો 2,000 રૂપિયાનો હોય છે.
સરકારી વેબસાઇટ અનુસાર, યોજનાનો લાભ મેળવવા માટે eKYC ફરજિયાત છે. ખેડૂતો PM કિસાન પોર્ટલ પર OTP-આધારિત eKYC પૂર્ણ કરી શકે છે, જ્યારે બાયોમેટ્રિક eKYC નજીકના CSC કેન્દ્ર પર કરી શકાય છે.
પીએમ કિસાન ઈ-કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરવું
ખેડૂતો ઘરે બેઠા તેમનું ઈ-કેવાયસી અપડેટ કરી શકે છે.
આ કરવા માટે સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટની મુલાકાત લો.
Farmers Corner સેક્શનમા જાવ અને ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરો.
તમારો આધાર નંબર દાખલ કરો અને Search પર ક્લિક કરો.
આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો અને Get OTP પર ક્લિક કરો.
તમારા મોબાઈલ પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કર્યા પછી E-KYC પૂર્ણ થશે.
ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને ઈ-કેવાયસી કેવી રીતે કરવું
ખેડૂતો તેમના મોબાઈલ ફોન પર ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને ઈ-કેવાયસી પણ કરી શકે છે.
પીએમ-કિસાન એપ અને Aadhaar Face RD એપ ડાઉનલોડ કરો.
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વડે પીએમ-કિસાન એપમાં લોગ ઇન કરો.
Beneficiary Status પેજ પર જાવ
જો ઈ-કેવાયસી સ્ટેટસ 'No' બતાવે છે તો ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરો, તમારો આધાર નંબર દાખલ કરો અને ફેસ સ્કેન કરવાની મંજૂરી આપો.
ફેસ સ્કેન સફળ થયા પછી ઈ-કેવાયસી અપડેટ કરવામાં આવશે.
આગામી હપ્તો ચૂકી ના જવાય તે માટે શું કરવું
ખેડૂતોએ સમયસર તેમનો ઈ-કેવાયસી પૂર્ણ કરવો જોઈએ.
ખાતરી કરો કે આધાર તેમના બેંક ખાતા સાથે લિંક થયેલ છે.
જમીનના રેકોર્ડ અને નોંધણીની વિગતો સાચી અને અપડેટ કરેલી છે.
જો તમારા રાજ્યમાં ખેડૂત આઈડી ફરજિયાત છે, તો તે મેળવવાની ખાતરી કરો.
કયા ખેડૂતોના હપ્તામાં વિલંબ થઈ શકે છે?
સરકારે પીએમ કિસાન યોજનાની એક્સક્લૂઝન કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. આમાં 1 ફેબ્રુઆરી, 2019 પછી જમીન ખરીદનારા ખેડૂતોનો સમાવેશ થાય છે. વધુમાં જો એક જ પરિવારના એક કરતાં વધુ સભ્યો યોજનાનો લાભ લઈ રહ્યા હોય જેમ કે પતિ-પત્ની બંને અથવા પુખ્ત સભ્ય તો ચુકવણીઓ રોકવામાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં ભૌતિક ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તાઓ અસ્થાયી રૂપે રોકવામાં આવે છે. ખેડૂતો પીએમ કિસાન વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર "Know Your Status (KYS) વિકલ્પ દ્વારા અથવા કિસાન eMitra ચેટબોટની મદદથી તેમની પાત્રતા ચકાસી શકે છે.
પીએમ-કિસાન યોજના શું છે?
પીએમ-કિસાન એ કેન્દ્ર સરકારની એક કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે, જે ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ દેશભરના પાત્ર ખેડૂત પરિવારોને આવક સહાય પૂરી પાડવાનો છે જેથી તેઓ તેમના ખેતી, સંબંધિત કામ અને ઘરના ખર્ચાઓ પૂરા કરી શકે. ખેડૂતોને યોજના હેઠળ સ્થાપિત પાત્રતા અને બાકાત માપદંડોને આધીન, સહાય સીધી તેમના બેંક ખાતામાં મળે છે.























