ગુજરાતનાં 2002નાં રમખાણોમાં નરેન્દ્ર મોદીની સંડોવણીના આક્ષેપ કરતી અરજી પર હાઈકોર્ટે આપ્યો શું મોટો ચુકાદો ?
ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં સાબરમતી ટ્રેનના કોચને આગ ચાંપવામાં આવી હતી. જેમાં 59 લોકોના મોત થયા હતા. આમાં મોટાભાગના અયોધ્યાથી પાછા ફરી રહેલાં કારસેવક હતા. આ ઘટના પછી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં લગભગ 1 હજાર લોકોના મોત થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગોધરાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણો મામલે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ક્લિનચીટને પડકારતી અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની જાકિયા જાફરીની અરજી પર હાઇકોર્ટે કોમી રમખાણોને કાવતરુ માનવાનો ઇનકાર કર્યો હતો.
પોતાના નિર્ણયમાં હાઇકોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટ પાસે વધુ તપાસ કરાવાની સત્તા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કરેલી તપાસના આધારે મોદી સહિત 56 લોકોને નીચલી કોર્ટે ક્લિનચીટ આપી હતી. હાઇકોર્ટમાં કરેલી પિટીશનમાં આક્ષેપ કરાયો હતો કે આ તોફાનો પાછળ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
મોદી અને સીનિયર પોલીસ ઓફિસર્સ સહિત 59 કાવતરામાં કથિત રીતે સામેલ હોવાથી તેમને આરોપી બનાવવામાં આવે. હાઇકોર્ટ આ મામલે ફરીથી તપાસના આદેશ આપે તેવી પીટિશનમાં માંગણી કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -