અમદાવાદઃ વસ્ત્રાપુરના પોશ એપાર્ટમેન્ટમાં 4 યુવતીઓએ દારૂ પીને મચાવી ધમાલ, યુવક સાથે કરી શું અશ્લીલ હરકત?
પુછપરછમાં યુવતીઓનાં નામ રોલાઈ હોનાહાર (૨૮), લાલચુનમોઈ લાલનૈયા (૨૪), લલડીંગપુઈ રેમાવાઈ (૩૮), રિન્નુપુઈ રોશીયમા (૧૯) તથા યુવકનું નામ ચીંચીગજાવા હઉનહાર (૩૪) હોવાનું બહાર આવ્યું હતું. ચીંચીગજાવા અહીં ભાડે રહો હતો અને થર્ટી ફર્સ્ટની પાર્ટી મનાવવામાં તેઓ બધા એકઠા થયાનું પોલીસે જણાવ્યું હતું.
અમદાવાદઃ 31 ડિસેમ્બર નજીક આવતા જ અમવાદામાં દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ છે. વાસણામાં લાવણ્ય સોસાયટીમાં દારૂ-હુક્કાની મહેફીલ માણલાત નબીરાઓ ઝડપાયા બાદ વસ્ત્રાપુરમાં એક એપાર્ટમેન્ટમાં દારૂ ઢીંચીને ધમાલ મચાવતી ચાર યુવતી અને એક યુવકની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી.
વસ્ત્રાપુરમાં લાડ સોસાયટી નજીક આવેલા શાલીન એપાર્ટમેન્ટનાં એક ફ્લેટમાં ૨૪ ડિસેમ્બરના રોજ મોડી રાત્રે યુવક યુવતીઓ દારૂ ઢીંચીને બુમ બરાડા પાડતા સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરતાં વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થલે આવી હતી.
પોલીસે તપાસ કરતા યુવક અને યુવતીઓ દારૂના નશામાં હતા અને બિભત્સ વર્તન કરતા જોવા મળી રહ્યા હતા. તપાસ કરતા તમામ મિઝોરમના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.