રાજ્યની કઈ 75 નગરપાલિકાઓમાં થશે મતદાન? જાણો તેમના નામ

અમદાવાદઃ આજે ગુજરાત રાજ્ય ચૂંટણીપંચના મુખ્ય કમિશનર ડો.વરેશ સિંહાએ રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કર્યો હતો. 75 નગરપાલિકાની ચૂંટણી આગામી 17મી ફેબ્રુઆરીએ યોજાશે અને તેની મતગણતરી આગામી 19મી ફેબ્રુઆરીમાં થશે. ન.પા.ની ચૂંટણી 28 જિલ્લાની 75 નગરપાલિકા માટે યોજાશે. જેના નામ નીચે પ્રમાણે છે.
ભાવનગરમાં શિહોર, ગારિયાધાર, તળાજા, પોરબંદરમાં છાયા, રાણાવાવ, કુતિયાણા, નવસારીમાં બીલીમોરા, વિજલપુર, છોટાઉદેપુરમાં છોટાઉદેપુર નગરપાલિકા, વલસાડમાં વલસાડ, પારડી, ધરમપુર, બનસકાંઠામાં થરાદ, ધાનેરા, કચ્છમાં ભચાઉ, રાપર, ગાંધીનગરમાં માણસા, મહેસાણામાં વિજાપુર, ખેરાલુ અને વડનગર નગરપાલિકાની ચૂંટણી થશે.
બોટાદામાં ગઢડા, પાટણમાં ચાણસ્મા, હારીજ, રાધનપુર, વડોદરામાં કરજણ, તાપીમાં સોનગઢ, દેવભૂમી દ્વારકામાં દ્વારકા, સલાયા અને ભાણવડ, દાહોદમાં ઝાલોદ અને દેવગઢ બારિયા, જૂનાગઢમાં માંગરોળ, માણાવદર, બાંટવા, વંથલી, ચોરવાડ, વિસાવદર, રાજકોટ જિલ્લામાં જેતપુર-નવાગઢ, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જસદણમાં નગરપાલિકાની ચૂંટણી યોજાશે.
મહિસાગરમાં લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર અને સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર-દુધરેજ-રતનપર, થાનગઢ નગરપાલિકાનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં બાવળા, ધંધુકા, સાણંદ, ખેડામાં મહેમદાબાદ, ખેડા, ચકલાસી, મહુધા અને ડાકોર, પંચમહાલમાં કાલોલ અને હાલોલ, આણંદમાં ઓડ, બોરિયાવી, કરમસદ, વલ્લભ વિધ્યાનગર, આંકલાવ, ગીરસોમનાથમાં કોડિનાર, મોરબીમાં હળવદ, જામનગરમાં ધ્રોલ, કાલાવાડ, જામજોધપુર, અમરેલીમાં લાઠી, તલાલા, રાજુલા, જાફરાબાદ, સા.કાંમાં ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે.