અમદાવાદઃ ધો-10ના વિદ્યાર્થીએ પ્રેમપ્રકરણમાં ગુમાવ્યો જીવ, જાણો કેવી ક્રુરતાથી કરાઇ હત્યા?
આ હત્યા અંગે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.સી.જાડેજાએ જણાવ્યું કે, પરેશ પોતાની બેન સાથે આડા સંબંધો ધરાવતો હોવાનો વહેમ આરોપી મોહસીનને હતો. એટલે તેણે પરેશને ધમકી પણ આપી હતી. બુધવારે સવારે પરેશ નાસ્તો લઇને ઘર તરફ જતો હતો. ત્યારે મોહસીન મોંઢે રૂમાલ બાંધીને આવ્યો હતો અને પરેશના ગળે અને ડાબા હાથે ચપ્પાના ઘા મારી ભાગી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બાપુનગરના હરદાસનગરની ચાલીમાં રહેતો પરેશ ધોરણ-10માં ભણે છે અને બે વાર નાપાસ થયો છે. તેને તેના જ વિસ્તારની એક મુસ્લિમ સાથે પ્રેમસંબંધ હતા, જેની જાણ તેના ભાિ મોહસીનખાન આદિલખાન પઠાણને થઈ જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને સવારે મોંઢે રૂમાલ બાંધીને પરેશની હત્યા કરીને ભાગી ગયો હતો.
પરેશના પિતા કાંતિલાલે પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ ઘટના વિશે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવીને આધારે ગણતરીની કલાકોમાં જ આરોપી મોહસીનની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મોહસીને પોતાની બહેન સાશે પરેશના આડા સંબંધો હોવાની શંકાને આધારે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં ધોરણ-10માં ભણતા વિદ્યાર્થીની સવારે હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. 18 વર્ષીય પરેશ સવારે ગાંઠિયા અને ખારી લેવા જતો હતો, ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાની ધરપકડ પણ કરી લીધી છે.
નોંધનીય છે કે, પરેશ બુધવારે સવારે 7.30 વાગે ગાંઠિયા અને ખારી બિસ્કિટ લેવા હરદાસનગર ચાર રસ્તા પાસે આવેલી દુકાન ગયો હતો અને નાસ્તો લઇને ઘર તરફ પરત ફરી રહ્યો હતો. ત્યારે મોંઢે રૂમાલ બાંધીને આવેલા મોહસીને પરેશ સાથે ઝપાઝપી કરી તેના ગળે અને ડાબા હાથે ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના પિતા કાંતિલાલને ચાલીમાં રહેતા વિજય ઠાકોરે આ ઘટના અંગે તેના પિતાને જાણ કરી હતી.