અમદાવાદઃ બે યુવતીઓને બંધાયા સજાતિય સંબંધ, પછી શું આવ્યો અંજામ?
ત્રણ દિવસ પહેલા આશા અને ભાવનાબેન આશાની દીકરી મેઘા સાથે ઘરેથી નીકળી ગયા હતા. અલગ અલગ જગ્યાએ રહ્યા પછી ગઈ કાલે રાતે 11 વાગે આવ્યા હતા અને અહીં તેમણે ખમણ ખાતા હતા. આ પછી વોક-વે પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: બાવળાના રજોડાની બે યુવતીઓએ સજાતિય સંબંધમાં સાબરમતીમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંને એક ન થઈ શકતા અઢી વર્ષની બાળકી સાથે ગઈ કાલે રાતે નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી. એલિસબ્રિજ ગુજરી બજાર પાસે આવેલા વોક-વે પરથી કૂદીને બંનેએ આપઘાત કર્યો હતો.
આપઘાત પહેલા તેમણે વોક-વેની દીવાલ પર તેમજ ડિશ પર સૂસાઇડ નોટ લખી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, અમે બંને એક થવા માટે દુનિયાથી દૂર થઇ ગયાં હતાં છતાં પણ દુનિયાએ જીવવા ન દીધાં, અમારી સાથે કોઇ પુરુષ નહોતા.
ફાયરની ટીમે નદીમાંથી બે યુવતીઓ અને એક નાની બાળકીની લાશ બહાર કાઢી હતી. પોલીસે તપાસ કરતાં એક યુવતીનું નામ આશા ઠાકોર (ઉં.વ.ર૮), ભાવનાબહેન ઠાકોર (ઉં.વ.ર૦) અને નાની બાળકી આશાબહેનની પુત્રી મેઘા (ઉં.વ.ર.પ) હોવાનું જાણવા મળ્યું હતું.
ખમણની ડિશ પર પણ લખ્યું હતું કે, દુનિયાએ અમને એક ન થવા. લિ. આશા-ભાવના. ક્યારે મળીશું, હવે ક્યારે મળીશું, હવે આવતા જનમમાં પાછાં મળીશું. પોલીસ તપાસમાં મૃતક આશાબહેન બાવળાનાં અને ભાવનાબહેન રજોડા ગામનાં રહેવાસી હોવાનું જણાવા મળ્યું હતું.
સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે હાલ આ અંગે તપાસ શરૂ કરી છે. અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને ગઈ કાલે મોડી રાતે એલિસબ્રિજ ગુજરી બજાર પાસે આવેલ વોક-વે પાસે બે યુવતીઓએ નાના બાળક સાથે નદીમાં ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળ્યો હતો. જેના આધારે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ફાયર બિગ્રેડની ટીમ અને રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસ વોક-વે પાસે પહોંચી ગઇ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, બાવળાના રજોડાની આશાબહેન ઠાકોર (ઉં.વ.ર૮) અને ભાવનાબહેન ઠાકોર (ઉં.વ.ર૦) મટોડા પાસેની ખાનગી કંપનીમાં છેલ્લા પાંચ મહિનાથી સાથે નોકરી કરતાં હતા. દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે તેમના પરિવારને પણ જાણ હોવાનું બહાર આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -