અમદાવાદ ગેંગેરેપ કેસમાં આરોપી વૃષભ ક્રાઈમ બ્રાંચ સમક્ષ થયો હાજર, જાણો વિગત
અમદાવાદ: સેટેલાઇટ ગેંગરેપ કેસમાં એક દિવસ પહેલાં વૃષભ મારૂના પરિવારનોએ તેને હાજર થવા માટે આજીજી કરી હતી તેના ગણતરીના જ કલાકોમાં વૃષભ મારૂ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો હતો. અત્યાર સુધી આ કેસમાં પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી નથી જોકે સામેથી તમામ આરોપીઓ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ ગેંગરેપ કેસમાં સોમવારે આરોપી વૃષભ મારૂનો પરિવાર મીડિયા સમક્ષ હાજર થયો હતો. વૃષભના પિતા તેના ભાઈ અને તેના બે કાકીઓએ આ કેસમાં અનેક ખુલાસા કર્યા હતા. મીડિયા સામે વૃષભના પિતાએ એવો દાવો કર્યો હતો કે, આ કેસમાં વૃષભને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
અમદાવાદ ગેંગ રેપ કેસની પીડિતાએ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશ્નર જેકે ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જેકે ભટ્ટ વારંવાર તેને ફરિયાદ અને નિવેદન બદલવા માટે દબાણ કરી રહ્યા હતાં. જોકે સોમવારે જે.કે.ભટ્ટને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
વૃષભ આ યુવતીને ઓળખતો પણ નથી. ઈન્ટાગ્રામના જે મેસેજ સામે આવ્યા છે તે ડમી એકાઉન્ટથી કરવામાં આવ્યા છે. તેમજ બળાત્કારની ફરિયાદ થઈ ત્યારે વૃષભ મધ્ય પ્રદેશમાં હતો.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પેલા જ સેટેલાઇટ ગેંગરેપ કેસનો મુખ્ય આરોપી ગૌરવ દાલમીયા ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો હતો. આ ઉપરાંત આ કેસમાં ઉલ્લેખ કરાયેલી યામિની નાયર નામની યુવતીને માત્ર નિવેદન લઈ જવા દેવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -