✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ PSIની દોડની પરીક્ષામાં અંકલેશ્વરના લોકરક્ષક યુવકનું મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2017 11:38 AM (IST)
અમદાવાદઃ PSIની દોડની પરીક્ષામાં અંકલેશ્વરના લોકરક્ષક યુવકનું મોત
1

અમદાવાદઃ સરકારી નોકરી અને સુખી જીવનના સપના સાથે ઘણા યુવાનો સરકારી પરિક્ષા આપતા હોય છે. આવું જ એક સુખી જીવનનું સ્વપ્ન સેવનાર યુવાન ગાંધીનગર ખાતે PSIની દોડની મંગળવારે યોજાયેલી પરિક્ષામાં મોત સામે જ હારી ગયો અને જીંદગી ગુમાવી દીધી.

2

PSIની દોડની પરીક્ષામાં એક જવાન મોત સામે હારી ગયો હોવાની ઘટના સામે આવી. દોડની પરીક્ષા દરમ્યાન એક લોકરક્ષકનું મોત થયું છે. ગાંધીનગર સેક્ટર 27માં પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે પીએસઆઈની ભરતી માટે દોડની પરીક્ષા યોજાઈ હતી.

3

આ દોડમાં 800 જેટલા ઉમેદવારોએ હાજરી આપી હતી જેમાંનો એક અંકલેશ્વરમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતો 31 વર્ષીય પ્રદિપકુમાર કંચનભાઈ તડવી પણ હતો. જ્યારે દોડ શરૂ થઈ ત્યારે તેને હાંફ ચઢી ગયો હતો. જોકે તુરંત મેડિકલ ટીમ તેની પાસે પહોંચી હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ PSIની દોડની પરીક્ષામાં અંકલેશ્વરના લોકરક્ષક યુવકનું મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.