અમદાવાદઃ જન્મદિવસે જ યુવતીએ સાબરમતીમાં ઝંપલાવી કર્યો આપઘાત, ત્રણ દિવસ પહેલા જ થયા હતાં છૂટાછેડા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2019 04:21 PM (IST)
1
મળતી માહિતી પ્રમાણે શહેરનાં ખાનપુર ખાતે આવેલા વોક વે પરથી પારૂલ હસમુખભાઇ પટેલે નદીમાં ઝંપલાવ્યું હતું. મૃતક યુવતી ભરૂચનાં બલોટા ગામની વતની છે. આજે જ તેનો જન્મદિવસ પણ હતો. આ યુવતીનાં 17મી જાન્યુઆરીનાં રોજ છૂટાછેડા થયા હતાં. આ કારણે જ યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.
2
અમદાવાદઃ શહેરના ખાનપુરમાં રિવરફ્રન્ટ વોક વે પરથી એક 22 વર્ષની યુવતીએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી ભરૂચની રહેવાસી હતી અને ત્રણ દિવસ પહેલા જ છૂટાછેડા થયા હતા. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
3
આ મામલામાં હજી આપઘાત કરવાનું કારણ સામે આવ્યું નથી. હાલ તેની પાસેથી કોઇ સ્યુસાઇડ નોટ પણ મળી નથી.રિવરફ્રન્ટ પોલીસ હાલ યુવતીનાં પરિવાર જનોની પૂછપરછ કરી રહી છે. આપઘાત સ્થળની આસપાસનાં સીસીટીવી ફુટેજ જોવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.