✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોર્ટનો મહત્વનો ચુકાદોઃ કઈ જ્ઞાતિનાં લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ ના કરી શકે તેવું કહ્યું એ જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 May 2017 10:51 AM (IST)
કોર્ટનો મહત્વનો ચુકાદોઃ કઈ જ્ઞાતિનાં લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ ના કરી શકે તેવું કહ્યું એ જાણો
1

જો કે કોર્ટે આ દલીલ માન્ય નથી રાખી તેથી નિયમ મુજબ આ કેસમાં વળતર પેટે રૂપિયા 15,000નો ચેક સરકારે ફરિયાદીને આપ્યો હતો તે પાછા આપવા પડશે. આ કેસમાં એટ્રોસિટી એક્ટની કલમ લાગતી ન હોવાથી કેસ નીચલી કોર્ટમાં ટ્રાન્સફર કરાયો છે. તેથી તેમણે સરકાર પાસેથી લીધેલા પૈસા ખોટી રીતે જ લીધા હોવાનું પ્રસ્થાપિત થાય છે.

2

બીજી તરફ મોચી જ્ઞાતિ ગુજરાતમાં ઓબીસીમાં સમાવેશ થાય છે અને તેમને એટ્રોસિટી એકટ લાગુ પડે નહીં. ફરિયાદી રાજસ્થાનના જ વતની હોવાથી આ એકટની કલમ ગુજરાતમાં લાગુ પડે નહીં. ફરિયાદીએ એવી રજૂઆત કરી હતી કે, મોચી જ્ઞાતિ દલિત તરીકે સામેલ થાય છે અને તે અંગે રાજ્ય સરકાર સહિતના ઠરાવો છે.

3

આ મામલે એડવોકેટ અયાઝ શેખે કોર્ટમાં એટ્રોસિટીની કલમ લાગે નહીં અને કેસ નીચલી કોર્ટમાં ટ્રાન્સફર કરવો જોઇએ તેવી દાદ સાથે અરજી કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, ફરિયાદી રાજસ્થાનના વતની હોવાનુ ફલિત થાય છે, તેમને રજૂ કરેલ અનુસુચિત જાતિનો દાખલો રાજસ્થાનનો છે.

4

આ ફરિયાદ બાદ નરોડા પોલીસે 21 માર્ચના રોજ ગીરીશભાઇ તેમની પત્ની અને દિકરાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતાં. આ કેસમાં ઇન્ચાર્જ એસીપી આર.બી.પટેલે 3 એપ્રિલના રોજ તમામ સામે ચાર્જશીટ કરી પુરાવા સ્પે. કોર્ટમાં રજૂ કર્યા હતા. પુરાવામાં ફરિયાદીએ રજૂ કરેલ મોચી જ્ઞાતિનું એસ.સી.નું પ્રમાણ રાજસ્થાનનું હોવાનુ ફલિત થયું હતું.

5

તેમણે એવો આક્ષેપ મુક્યો હતો કે, ગીરીશભાઇએ નવી ગાડી ખરીદી હતી અને 7 માર્ચ 2015ના રોજ ગાડી હટાવવા કાનારામે રજૂઆત કરી ત્યારે ગીરીશભાઇએ જણાવ્યું હતું કે, દસ વર્ષથી ગાડી પાર્ક કરું છું અને કોઇની માલીકીની નથી. આ ઉપરાંત તેમણે અશ્લીલ ગાળો આપી જ્ઞાતિ વિષયક શબ્દો ઉચ્ચાર્યા હતા.

6

આ કેસની વિગત એવી છે કે સૈજપુર ખાતે રહેતા કાનારામ ડાભીએ નરોડા પોલીસ મથકમાં તેમના જ વિસ્તારમાં રહેતા ગીરીશભાઇ ઓઢવીયા, ઇન્દુબહેન ઓઢવી અને દર્શિલ ઓઢવીયા સામે મારામારી, ગાળો આપવી અને જ્ઞાતિવાચક અપમાનજનક શબ્દો બોલવાનો આક્ષેપ કરીને એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

7

આ પ્રમાણપત્ર પરથી સ્પષ્ટ છે કે ફરિયાદી રાજસ્થાનનો છે, ગુજરાતનો નથી. આ ઉપરાંત મોચી જ્ઞાતિનો ગુજરાતમાં ઓબીસીમાં સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના 1995ના ચુકાદા મુજબ કોઈ એક રાજ્યમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાં આવતી વ્યક્તિ તેના એક માત્ર આધારે અન્ય રાજ્યમાં આવા દરજ્જાની માગ કરી શકે નહીં.

8

અમદાવાદઃ સ્પેશિયલ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપીને સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાતમાં મોચી જ્ઞાતિનાં લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી શકે નહીં. એટ્રોસિટી એક્ટ હેઠળ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાયનાં લોકો જ ફરિયાદ કરી શકે કે વળતર માંગી શકે તેવી સ્પષ્ટતા કોર્ટે કરી છે.

9

આ કેસમાં નરોડા પોલીસે નોંધેલી ફરિયાદમાં સ્પેશિયલ કોર્ટના જજ યુ.એમ.ભટ્ટે એટ્રોસિટીની કલમ દૂર કરવા આદેશ કર્યો છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, તથ્યો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં સ્પષ્ટ થાય છે કે ફરિયાદી મોચી જ્ઞાતિનો છે અને રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલા જાતિનું પ્રમાણપત્ર ફરિયાદી દ્વારા રજૂ કરાયું છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોર્ટનો મહત્વનો ચુકાદોઃ કઈ જ્ઞાતિનાં લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ ના કરી શકે તેવું કહ્યું એ જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.