✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપ પાસે કર્ણાટકમાં કોંગ્રેસમાં તોડફોડ કરવાના બદલે સત્તા ટકાવવાનો બીજો શું છે સરળ રસ્તો ? જાણો મહત્વની વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2018 10:50 AM (IST)
1

ભાજપ પાસે સરળ રસ્તો કોંગ્રેસ, જેડીએસ, અન્ય પક્ષો વગેરેના મળીને 8 ધારાસભ્યો તોડવાના બદલે એકલા જેડીએસના 13 ધારાસભ્યો તોડવાનો છે. જેડીએસના ત્રીજા ભાગના ધારાસભ્યો તૂટે તો એ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ના ઠરે. આ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન પણ કરી શકે ને ભાજપની બહુમતી થઈ જાય.

2

જો કે ભાજપ કોંગ્રેસ અને જેડીએસના 8 ધારાસભ્યો તોડે પણ એ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન ના કરી શકે. પક્ષાંતર વિરોધી કાયદાના કારણે ભાજપની તરફેણમાં મતદાન કરનારા ધારાસભ્યોના મત આપોઆપ રદ ઠરે તેથી ભાજપે તેમને વિશ્વાસના મત વખતે ગેરહાજર રાખવા પડે.

3

ભાજપ જો કોંગ્રેસ-જેડીએસના 7 ધારાસભ્યો તોડે તો કોંગ્રેસ-જેડીએસની સભ્યસંખ્યા 107 થાય. ભાજપે બહુમતી સાબિત કરવા માટે એક વધારે એટલે કે 8 ધારાસભ્યો તોડવા પડે તો જ તે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકે. આમ કુલ મળીને ભાજપે 11 ધારાસભ્યોને તોડવા પડે.

4

અત્યારે જે સ્થિતી છે એ પ્રમાણે ભાજપ પાસે 104, જેડીએસ પાસે 37 અને કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો છે. આ ઉપરાંત એક અપક્ષ, એક બહુજન સમાજ પાર્ટી અને એક કર્ણાટક પ્રજ્ઞાવંથ જનતા પાર્ટી (કેપીજેપી)નો ધારાસભ્ય છે. અન્ય પક્ષોના ત્રણેય ધારાસભ્યો ભાજપને ટેકો આપો તો ભાજપના સભ્યોની સંખ્યા 107 થાય.

5

રાજ્યપાલ વજુભાઈ વાળા ભાજપના નેતા હતા તેથી તે ભાજપને સરકાર રચવા નિમંત્રણ આપે તેવી શક્યતા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી એ સંજોગોમાં ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા પડે એવી સ્થિતી છે. અત્યારનાં સમીકરણ પ્રમાણે ભાજપે કુલ મળીને ઓછામાં ઓછા 12 ધારાસભ્યોને તોડવા પડે તેમ છે.

6

અમદાવાદઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળી તેના પગલે રાજકીય મડાગાંઠ સર્જાઈ છે. ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ બંનેએ પોતાની પાસે વધારે ધારાસભ્યોનો ટેકો છે તેવો દાવો કરીને સરકાર રચવા પોતાને નિમંત્રણ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપ પાસે કર્ણાટકમાં કોંગ્રેસમાં તોડફોડ કરવાના બદલે સત્તા ટકાવવાનો બીજો શું છે સરળ રસ્તો ? જાણો મહત્વની વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.