Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ: પીધેલી હાલતમાં પકડાયેલા નબીરાએ પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલની ટોપી પહેરી સેલ્ફી લીધી પછી શું થયું? જાણો વિગત
પોલીસની આબરૂના લીરે-લીરા ઉડાવતી આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. એક આરોપી ખુદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલની ટોપી પહેરીને તસવીરો પડાવી હતી. આ ઉપરાંત તે તસવીરો તેણે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટીમાં અંદાજે 25 જેટલા યુવક-યુવતીઓ હતા પરંતુ બધાં લોકોએ દારૂ પીધેલા ન હતા જેથી પોલીસે આ તમામ 25 જેટલા યુવકને પોલીસ સ્ટેશન લાવીને બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ શરૂ કરી હતી. જેમાં ફક્ત બે યુવતીઓ અને ત્રણ યુવકો જ નશાની હાલતમાં મળી આવ્યા હતા.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ગુરુકુળ પાર્કના એ-વિંગમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી 50 જેટલા યુવક-યુવતીઓ ઉતરાયણમાં પતંગ ઉડાવ્યા બાદ ડીજેના તાલે નાચ્યાં હતા. આ ફ્લેટમાં ગુરુપ્રીત અને મણિલાલ પણ રહેતા હતા જેનો એક ફ્લેટ છે તેઓએ દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું.
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દારૂની મહેફિલના આરોપમાં પકડાયેલા એક નબીરાએ પોલીસ કોન્સ્ટેબલની ટોપી પહેરી સેલ્ફી લીધી હતી. ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાતે વસ્ત્રાપુર વિસ્તારમાં ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કેટલાક નબીરાઓની પોલીસે ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -