ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ઠંડીનો નવો રાઉન્ડ, સુરતમાં કેટલા ડિગ્રી છે તાપમાન? જાણો વિગત
ઉત્તરમાં ઠંડા પવનોનું જોર ઘટતાં અમદાવાદ સહિત ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો વધી ગયો છે. સમગ્ર ગુજરાતમાં 34.6 ડિગ્રી સાથે સુરત સૌથી ગરમ અને 12.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
આગામી 48 કલાકમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધીને 32.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 15.9 ડિગ્રી નોંધાયું છે. જોકે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યા બાદ ગુરુવારથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
અમદાવાદ: છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના લોકોને ઠંડીથી રાહત છે જોકે બે દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુરુવારથી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. જોકે ઠંડા પવનનું જોર ઘટતાં અમદાવાદ સહિત ગુજરાતનાં 9 શહેરોમાં ગરમીનો પારો 32 ડિગ્રી પાર કરી ગયો છે. જ્યારે અન્ય શહેરોના તાપમાનમાં વધારો થતાં ગરમીમાં વધારો નોંધાયો છે.