DCP ઉષા રાડા ફેસબુક ફ્રેન્ડ સાથે આજે કરશે લગ્ન, USથી આવી દીકરી

ઉષા રાડા અને નરેશ દેસાઈ પરિવારના ગણતરીના સભ્યોની હાજરીમાં કોર્ટમાં લગ્ન કરશે. જોકે કોર્ટ મેરેજ બાદ નાનું ફંકશન રાખવામાં આવ્યું છે. જેમાં બંનેના પરિવારના સભ્યો અને મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મીડિયા સાથેની વાતમાં નરેશ દેસાઇના સંબંધીએ જણાવ્યું કે, નરેશભાઈ છેલ્લા 15 વર્ષથી લંડનના હીથ્રો એરપોર્ટ ઉપર ફરજ બજાવે છે. લગ્ન બાદ હવે તેઓ ગુજરાતમાં જ સેટલ થવાના છે, તેઓ કડી તાલુકાના પાલ્લી ગામના વતની છે.
અમદાવાદ: ફેસબુક મારફતે ફ્રેન્ડશિપ થયા બાદ અનેક યુવક-યુવતીઓ લગ્ન કરતા હોય તેવી અનેક ઘટનાઓ બની રહી છે ત્યારે અમદાવાદના ઝોન-2 માં ડીસીપી તરીકે ફરજ બજાવી રહેલાં ઉષા રાડા પણ આજે પોતાના ફેસબુક ફ્રેન્ડ નરેશ કાળુભાઈ દેસાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાશે. આ અગાઉ બંને ક્યારેય પણ રૂબરૂ મળ્યા જ નથી. 17 મેના રોજ અમદાવાદ પહોંચેલા નરેશ દેસાઈ અને ઉષા રાડા પ્રથમવાર મળ્યાં હતા. લગ્નમાં હાજરી આપવા ઉષા રાડાની દીકરી નુપુર પણ અમેરિકાથી અમદાવાદ આવી પહોંચી હતી.
નરેશભાઇ છેલ્લા 15 વર્ષથી લંડનમાં જ રહે છે અને હીથ્રો એરપોર્ટ ઉપર નોકરી કરે છે. બંન્ને અગાઉ ક્યારેય રૂબરૂ મળ્યા નથી.