મૂકબધિર યુવતી પર રેપનો પ્રયાસ કરી દાતરડાના ઘા મારી હત્યા, જાણો સમગ્ર ઘટના

લાલજીના ધાકધમકીને વશ ન થતા યુવતીએ તેની ચુંગાલમાંથી છુટવા ભારે ધમપછાડા કર્યા હતા. તે વખતે નરાધમે દાતરડાના ઉપરા છાપરી ઘા ઝીંકી મૂકબધિર યુવતીને મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેની સાથે લોકોનો ટોળે ટોળા ભેગા થયા હતા. પોલીસે હત્યા અને બળાત્કારનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
અમદાવાદ: ગીરગઢડા તાલુકાના નગડિયા ગામમાં રહેતી એક મૂકબધિર યુવતી પર બળાત્કારની ઘટના સામે આવી છે. આ યુવતી પર અજાણ્યા નરાધમે બળાત્કાર કર્યો હતો. અને યુવતી તાબે ન થતાં નરાધમે દાતરડાના ઘા મારીને મોતને ઘા ઉતારી દીધી હતી. ઘટનાને પગલે સમગ્ર પથંકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગીરગઢડા તાલુકાના ઉગલા ગામનો રહેવાસી પરિવાર છેલ્લા ચાર વર્ષથી નગડિયા ગામની વાડીમાં મજૂરી કરી પેટ ભરતો હતો. તેમની સાથે ઉના તાલુકાના ધુધાળા ગામનો રહીશ લાલજી ભીખા વંશ નામનો વ્યક્તિ પણ રહેતો હતો. પરિવારના સભ્યો ખેતરમાં જતા તેમની મૂકબધિર પુત્રી વાડીમાં એકલી હતી. જેનો ફાયદો ઉઠાવી લાલજીએ બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.