અમદાવાદઃ પુત્ર ભાજપમાં જોડાતા ભડકેલા શંકરસિંહે દીકરાને શું આપી ચિમકી?
આ સાથે તેમણે ચિમકી ઉચ્ચારી હતી કે, ખેસ ઉતરે તો સંબંધ રહેશે. પારીવારીક સંબંધ અલગ ને રાજકીય અલગ છે. રાજકીય સંબંધ રહેશે નહીં. નરેન્દ્રભાઇને બે વખત મળ્યો છું, અમિત શાહને એક વખત અને એનસીપી કોંગ્રેસના આગેવાનોને મળ્યો છું. હું ઓફર લેવાવાળો નથી, ઓફર આપવા વાળો છું. મહેન્દ્રભાઇને ટિકીટ આપે તો ભાજપ વિરુધ પ્રચાર કરીશ.
મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા પછી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી કોઇ પણ જોઇન કરવી એ મહત્વનું નથી અમે બીજા માટે કરવાના સમર્થનમાં છીએ. ભાજપ અને કોંગ્રેસે કોઈનું હીત કર્યું નથી. ભાજપનું પ્રેસરથી ભાજપ જોઇન કરવાનો નિર્ણય છે.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ સીબીઆઇ , ઇડી, કોંગ્રેસ કે કોઇની સાડાબારી રાખી નથી. મહેન્દ્રભાઇને મીડિયાના માધ્યમથી એક સપ્તાહની અંદર બેઠક કરી ટેકેદારોનો વિશ્વાસમાં લેવાનો સમય આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, ટેકેદારો કહે તો જાઓ. ઉતાવળ ના કરાય, મેં તો મત વ્યક્ત કર્યો.
અમદાવાદઃ બાયડના પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. જોકે, તેમના ભાજપમાં જોડાવાથી શંકરસિંહે નારાજગી વ્યક્ત કરી છે અને તેઓ ભાજપનો ખેસ ન ઉતારે તો સંબંધ નહીં રહે તેવી ચિમકી ઉચ્ચારી છે.