✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ નકલી વ્યંઢળ બનીને લોકોને લૂંટતો એક શખ્સ ઝડપાયો, બે ફરાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2017 12:04 PM (IST)
1

અમદાવાદઃ લગ્ન પ્રસંગમાં કે કોઇ નવી મિલકત ખરીદો ત્યારે ઘરે વ્યંઢળ યજમાનવૃત્તિ કરવા એટલે કે દક્ષિણા લેવા આવતા હોય છે. પણ હવે જો વ્યંઢળ ઘરે આવો તો ચેતી જજો. કારણે કે અમદાવાદની સાબરમતી પોલીસે એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે કે જે છેલ્લા કેટલાય સમયથી તેના ભાઇ અને અન્ય એક શખ્સ સાથે મળી વ્યંઢળનો ડ્રેસ ધારણ કરી લોકોને લૂંટતો. એટલે કે નકલી વ્યંઢળ બનીને દક્ષિણા લેવા પહોંચી જતો હતો. સાબરમતી પોલીસને દોઢેક વર્ષે આ ઠગ હાથમાં આવ્યો છે.

2

આરોપી જીતુ મુળ રાજકોટના પડધરીનો છે અને તે તેના ભાઇ મહેશ ઉર્ફે પ્રવિણ ઉર્ફે પકો ઝવેરભાઇ પરમાર અને તેના અન્ય સાથીદાર પરબત રાઠોડ સાથે મળી નકલી વ્યંઢળ બનતા. વ્યંઢળનો સ્વાંગ રચી ત્રણેય શખ્સો હાઇફાઇ કારમાં યજમાનવૃત્તિ કરવા જતા અને એકલ દોકલ મહિલાના ઘરમાં ઘૂસીને ધાર્મિક વિધી કરવાની વાતોમાં ભોળવીને પૈસા લઇને વિધી કરીને આવીએ તેમ કહી ફરાર થઇ જતા.

3

પોલીસ આ ગેંગને પકડવા માટે ગામે ગામ ફરી હતી. આખરે દોઢ વર્ષે આ શોધખોળનો અંત આવ્યો હતો. જોકે આ ગેંગના બે શખ્શો હજુ પણ ફરાર છે. સામાન્ય રીતે લગ્નપ્રસંગ ચાલતો હોય કે નવી કોઇ મિલકત ખરીદી હોય ત્યારે વ્યંઢળ આવતા હોય છે અને યજમાનવૃત્તિ કરીને જતા રહેતા હોય છે. પણ અનેક એવા પણ કિસ્સા બને છે કે જેમાં પહેલા નકલી વ્યંઢળ આવીને પૈસા પડાવી જતા હોય છે અને જ્યારે સાચા વ્યંઢળ આવે ત્યારે લોકોને પોતે છેતરાયા હોય તેવું માલુમ પડે છે.

4

જીતી ઝવેરભાઈ પરમાર નામનો વ્યક્તિ પુરુષ હોવા છતાં મહિલાનો સ્વાંગ રચી નકલી વ્યંઢલ બનીને લોકોને છેતરતો હતો. તે લોકોને ધાર્મિક વિધી કરવાનું કહી પૈસા પડાવતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તે લોકોને આસ્થાના નામે છેતરતો હતો.

5

આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જીતુ અગાઉ સુરતના લિંબાયત પોલીસસ્ટેશનમાં ઝડપાયો છે. આરોપીઓએ સાબરમતી વિસ્તારમાં બે ગુના, ગાંધીનગર ઇન્ફોસિટી વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારના ગુના આચર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્રણ વર્ષથી નકલી વ્યંઢળ બનીને લોકોને લૂંટતા આ શખ્સને પોલીસે જેલ હવાલે કર્યો છે, જ્યારે અન્ય બે શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

6

નવાઇની વાત તો એ છે કે આ બંને ભાઇ અને અન્ય શખ્સ એમ ત્રણ લોકોની નકલી વ્યંઢળની ટુકડી છે. જેમાં જીતુ અને મહેશ એમ બંને ભાઇઓ વ્યંઢળ બનતા અને પરબત ડ્રાઇવર બનીને જતો. આરોપીઓ કોઇ પણ સોસાયટીમાં ઘૂસી જતા અને માતાજીના નામે લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતા. પોલીસે કબજે કરેલા આ સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાય છે કે આરોપીઓ સફેદ કલરની કારમાં આવે છે અને એક સોસાયટીમાં ઘૂસે છે. જ્યાં તેમની મોડસઓપ્રેન્ડી પ્રમાણે કોઇ પણ ઘરમાં પાણી માંગીને પીવે છે અને ત્યારબાદ રેકી કરી વાતોમાં ભોળવીને વિધી કરીને આવે તેવું બહાનું કરીને પૈસા લઇને ફરાર થઇ જાય છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ નકલી વ્યંઢળ બનીને લોકોને લૂંટતો એક શખ્સ ઝડપાયો, બે ફરાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.