Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Pics: સિંગર કિંજલ દવેને મળી ગયો મનનો માણીગર, કોણ છે તેને ઓળખો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. તે સિવાય કિંજલ અનેક સંગીતના કાર્યક્રમો કરે છે. તે એક પ્રોગ્રામદીઠ એકથી બે લાખ સુધીની ફી વસૂલ કરે છે.
કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.
પિતા લાલજીભાઈ ગીત રાઈટિંગ ઉપરાંત કિંજલ દવે કાર્યક્રમમાં મદદ કરે છે. કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેને સંગીત વારસામાં મળ્યું છે. સંગીતના માહોલમાં ઉછરેલી કિંજલને નાનપણથી જ ગીતો ગાવાનો રસ જાગ્યો.
કિંજલ દવે માતા-પિતા અને નાના ભાઈ સાથે અમદાવાદના નરોડા વિસ્તારમાં 2 બીએચકે ફ્લેટમાં રહે છે. નાનો ભાઈ આકાશ અમદાવાદની સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે કિંજલ દવે પ્રાંતિજની કોલેજમાં અભ્યાસ કરે છે.
કિંજલે સગાઈ પહેલા અમદાવાદમાં પરિવાર સાથે શોપિંગ કરી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે કિંજલ તેની સગાઈની તૈયારી કરી રહી હતી.
કિંજલ દવેએ તાજેતરમાં તેના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે સગાઈ કરી છે. કિંજલ દવે પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી છે. કિંજલ દવેનો પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો રહેવાસી છે પણ ઘણાં વર્ષોથી વ્યવસાય અર્થે અમદાવાદ આવેલો પરિવાર અહીં જ રહે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે કિંજલ અને પવને સામાજીક રીત-રિવાજ પ્રમાણે સગાઈ કરી છે. આ સગાઈ કાર્યક્રમમાં નજીકના લોકોને જ બોલાવવામાં આવ્યા હતાં. આ સગાઈ પોતાના વતને જ રાખવામાં આવી હતી. કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ છે.
અમદાવાદ: ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉં’ સોંગથી ફેમસ થયેલ કિંજલ દવેએ ચૂપકેથી સગાઈ કરી લીધી હતી. કિંજલ દવેએ પવન જોષી સાથે સગાઈ કરી લીધી છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કિંજલ દવે અને પવનની સગાઈ સામાજીક રીત-રિવાજો પ્રમાણે કરવામાં આવી હતી. આ સગાઈ પોતાના વતનમાં કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી પણ કરી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -