ફિક્સ પગારદારો આક્રમણ મૂડમાં, જાણો ક્યારે વિરાટ સંમેલનની કરી જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Dec 2016 10:55 AM (IST)

1
અમદાવાદ: ગાંધીનગર સ્થિત સત્યગ્રહ છાવણી ખાતે આગામી પહેલી જાન્યુઆરીએ ફિક્સ પગાર, કોન્ટ્રાકટ બેઝ તેમજ આઉટ સોર્સિંગ પ્રથા વિરુદ્ધ જનઆક્રોશ સંમેલન યોજવામાં આવશે.
2
3
મહત્વનું છે કે, આ કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મળી નથી. જો કે મંજૂરી મળે તે માટે કોર્ટમાં ધા નાંખવામાં આવી છે. જનઆક્રોશ સંમેલન યોજવા માટેની મંજૂરી માંગતી અરજી પર સંભવત આગામી 3-4 દિવસમાં સૂનાવણી પ્રક્રિયા યોજવામાં આવનાર છે.
4
ગુજરાત જનઅધિકાર મંચ દ્વારા આ જાહેર કરવામાં આવ્યું છે. આ સંસ્થાના અગ્રણીઓનું કહેવું છે કે, સરકારની નીતિ શોષણકર્તા છે. આશા વર્કર તેમજ આંગણવાડી બહેનોને પણ પૂરતો પગાર અપાતો નથી અને તેમનું શોષણ થાય છે. જેની સામે વિરોધ કરાશે.