✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'ધારાસભ્ય વેચાય પણ સમાજ-લોકોથી બનેલો તમારો હાર્દિક કદી નહીં વેચાય', હાર્દિકે કોના પર કર્યો આ કટાક્ષ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Aug 2017 10:13 AM (IST)
1

ગઈ કાલે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમે પાટીદાર અનામત આંદોલન મુદ્દે ચાર મુદ્દાઓનું આવેદનપત્ર બહુ પહેલાં રાજ્ય સરકારને સુપરત કરેલું છે. સરકાર જ્યારે પણ ચર્ચા માટે બોલાવશે અને અમારા મૂદ્દાઓ પર અમલ કરવાની ખાતરી આપશે તો અમે ચોક્કસપણે પાટીદાર સમાજના ભલા માટે સમાધાન વિશે વિચારીશું.

2

તેમણે કહ્યું કે, કોઈ પણ જાય એટલું જ કહીશ કે અનામત લઇને આવજો. હું જનતાનો માણસ છું. ટેબલ પર બેસીને ફક્ત વાતો કરવી મને નથી ગમતી. સમાજ અને લોકો માટે લડી રહ્યો છું. સમાજ અને લોકોના ભોગે ગદ્દારી મને ના આવડે. અનામત જોઈએ છે. સન્માન સાથે ન્યાય જોઈએ છે. અભિમાન હતું વ્યક્તિત્વનું, એ અભિમાન જોઈએ છે.

3

હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત માટે આંદોલન ચલાવતી સંસ્થાઓ સાથે ચર્ચા માટે તૈયારી બતાવી ત અંગે પણ હાર્દિકે પ્રતિક્રિયા આપી છે. હાર્દિકે લખ્યું છે કે, મને મફતનું કઈ ખપતું નથી. એમાં પણ સરકારની ચા તો ક્યારેય નહિ. સરકાર સાથેની વાટાઘાટો માં મારૂં જવું જરૂરી પણ નથી.

4

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે જ ભાજપ સાથે બેસી ગયેલા નલિન કોટડિયા સામે હાર્દિક પટેલે આક્રોશ ઠાલવ્યો છે. પોતાના ફેસબુક પેજ પર હાર્દિક પટેલે લખ્યું છે કે, ધારાસભ્ય વેચાય પણ સમાજ અને લોકોથી બનેલો તમારો હાર્દિક પટેલ કદી નહિ વેચાય.

  • હોમ
  • અમદાવાદ
  • 'ધારાસભ્ય વેચાય પણ સમાજ-લોકોથી બનેલો તમારો હાર્દિક કદી નહીં વેચાય', હાર્દિકે કોના પર કર્યો આ કટાક્ષ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.