✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકની જાહેરાતઃ 18 જાન્યુઆરીએ ગુજરાત પ્રવેશ પછી 28મીએ બોટાદમાં બડા ધમાકા કરુંગા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2016 02:41 PM (IST)
હાર્દિકની જાહેરાતઃ 18 જાન્યુઆરીએ ગુજરાત પ્રવેશ પછી 28મીએ બોટાદમાં બડા ધમાકા કરુંગા
1

તેણે ઇંડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 28મીએ સૌરાષ્ટ્રમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં ભાગ લેવા માટે મેં અનેક બિન-કોંગ્રેસી અને બિન-ભાજપી નેતાઓને આમંત્રણ આપ્યું છે, જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને મમતા બેનર્જી અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવ ગૌડાનો સમાવેશ થાય છે. મને આશા છે કે, તેઓ ચોક્કસ આવશે. તેમણે અરવિંદ કેજરીવાલને આમંત્રણ ન આપ્યું હોવાનું પણ ઉમેર્યું હતું.

2

હાર્દિકે કહ્યું હતું કે, અમે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સાબિત કરી દઇશું કે, કંઇ પણ બોલ્યા વિના પણ સત્તામાં પરિવર્તન કરી શકાય છે. ભાજપને સત્તામાંથી ફેંકવાની વાત પણ હાર્દિકે કરી છે અને એ રીતે તેણે ગુજરાત વિધાનસભાની ચુંટણીને ફાઇનલ ગણાવી છે.

3

ગુજરાત હાઈકોર્ટે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે હાર્દિક પટેલને જામીન આપ્યા હતા. હવે હાર્દિકનો આ છ મહિનાનો સમયગાળો પૂરો થવા આવ્યો છે, ત્યારે સરકાર હાર્દિક અને પાસ સાથે સમાધાન કરવાના પ્રયાસો કરી રહ્યું છે. હાર્દિકે ઇંડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 17મી જાન્યુઆરીએ છ મહિના પૂરા થાય છે. અમે 28મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં મોટી ખેડૂત રેલીનું આયોજન કર્યું છે. આ સમયે હું મોટો ધડાકો કરવાનો છું.

4

નવી દિલ્લીઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે હરિદ્વાર જવાની મંજૂરી આપ્યા પછી હાર્દિક પટેલ ઉદયપુરથી નીકળી ગયો છે. ત્યારે તે ગઈ કાલે દિલ્લી પહોંચ્યો હતો, જ્યાં તેણે ઇંડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાત કરી હતી, જેમાં તેણે ગુજરાત વિધાનસભાની ચુંટણી અંગે પ્રતિક્રિયા આપી હતી. એટલું જ નહીં તેણએ બોટાદમાં યોજાનારી સભા અંગે પણ વાત કરી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકની જાહેરાતઃ 18 જાન્યુઆરીએ ગુજરાત પ્રવેશ પછી 28મીએ બોટાદમાં બડા ધમાકા કરુંગા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.