✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલ કઈ જગ્યાએ કરશે ઉપવાસ? અમદાવાદમાં ધારા 144 લાગુ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Aug 2018 09:23 AM (IST)
1

અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલ આગામી 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે. આ અગાઉ હાર્દિકે કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરી હતી. જેમાં નિકોલના મેદાનની માંગ કરી હતી. પરંતુ કોર્પોરેશને તેને પાર્કિંગ પ્લોટ જાહેર કરી દીધો હતો. ત્યારે હાર્દિકે ઉપવાસ માટે અન્ય પ્લોટ મેળવવા અને મંજૂરી માટે અમદાવાદના મેયરને પાસ દ્વારા અરજી કરવામાં આવી હતી.

2

આ પહેલા તેણે આમરણાંત ઉપવાસના માટે નિકોલમાં આવેલા પ્લોટની મંજૂરી માટે અમદાવાદના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર સાથે રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી. જોકે આમ છતાં તેને કોઈ પણ ગ્રાઉન્ડની મંજૂરી આપવામાં આવી નહોતી.

3

ગાંધીનગર પાસના કન્વીનર ઉત્પલ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ માટે કલેક્ટર પાસે મંજૂરી માંગી છે અને જો કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ તેણે ઉચ્ચારી હતી. ઉપવાસ માટે હાર્દિક પટેલને હજુ સુધી ગાંધીનગરમાં પણ મંજૂરી આપવામાં આવી નથી.

4

પોતાના ઉપવાસ માટે સ્થાનિક તંત્ર પાસે ગ્રાઉન્ડની માંગણી કરનાર હાર્દિક પટેલે પોતાના ઘર પાસે ઉપવાસ માટે તૈયારી કરી હતી અને 135 ફૂટ મંડપ બાંધવામાં આવ્યો હતો પણ આજે ત્યારે ઝાટકો લાગ્યો જ્યારે જમીન માલિકે મંડપ કોન્ટ્રક્ટર ને તાત્કાલિક મંડપ ઉતારી લેવા કહ્યું હતું અને ગઈકાલે રાત્રે મંડપ બાંધવામાં આવ્યો અને આજે આખો મંડપ ઉતારી લેવામાં આવ્યો હતો. હવે હાર્દિક પોતાના ઘરે ઉપવાસ કરશે તેવી જાહેરાત કરી છે.

5

અમદાવાદમાં 25 ઓગસ્ટથી જ કલમ 144 લાગુ કરવામાં આવશે તેવું જાહેરનામું બહાર પાડતાં હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે. આમ 4 વ્યક્તિથી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. જો ચારથી વધુ લોકો એકઠા થશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે અમદાવાદના નિકોલમાં ઉપવાસની મંજૂરી ન મળે તો પણ કોઈપણ ભોગે આ જ સ્થળે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી.

6

અમદાવાદ: આગામી 25 ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ કરવા માટે અમદાવાદના નિકોલની ગ્રાઉન્ડ મંજૂરી માંગી હતી. પરંતુ પોલીસે મંજૂરી ન આપતા હાર્દિક પટેલે ઉપવાસનું સ્થળ બદલીને અમદાવાદને બદલે ગાંધીનગરના સેક્ટર-6માં આવેલા સત્યાગ્રહ છાવણીની મંજૂરી માંગી છે. જ્યારે હાર્દિક વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા પોતાના ‘છત્રપતિ નિવાસ’ નિવાસસ્થાને ઉપવાસ કરવાની તૈયારીઓ શરૂ કરી હતી જોકે મકાન માલિકે પરવાનગી ન આપતાં ત્યાંથી પણ મંડપ ઉતારવો પડ્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલ કઈ જગ્યાએ કરશે ઉપવાસ? અમદાવાદમાં ધારા 144 લાગુ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.