✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટીદારોનાં આંદોલનોને તોડવા આપણા લોકો જ કામ કરે છેઃ હાર્દિકે ક્યા પાટીદાર આગેવાનોનાં આપ્યાં ઉદાહરણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Aug 2018 03:14 PM (IST)
1

બીજી તરફ ઉપવાસ આંદોલનને સફળ બનાવવા માટે હવે હાર્દિકે લોકોનું સમર્થન મેળવવા મિટિંગોનો દોર શરૂ કર્યો છે. રવિવારે ગાંધીનગર, હિંમતનગર તાલુકાના ઈલોલ ખાતે તેમજ મોડી સાંજે અરવલ્લી ખાતે હાર્દિકે તમામ સમાજના ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ સાથે બેઠકો યોજી હતી.

2

પાસના દાવા પ્રમાણે હાર્દિકના ઉપવાસ રોકવા નિકોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 ખાલી પ્લોટને ફ્રી પાર્કિંગ પ્લોટ જાહેર કરી દેવાયા છે. જો કે પાસ ટીમનું કહેવું છે કે, ગમે તે ભોગે અમે ઉપવાસ આંદોલન તો કરીશું જ અને અમને કોઈ નહીં રોકી શકે.

3

પાટીદારોને અનામત તેમજ ખેડૂતોને દેવા માફીની માગણી સાથે હાર્દિક પટેલે અમદાવાદના નિકોલમાં આમરણાત ઉપવાસ માટે મેદાન ભાડે માગ્યું હતું. જો કે એ મેદાન મ્યુનિસિપલ તંત્રે પાર્કિંગ માટે ફાળવી દીધું છે. પાસ ટીમે આક્ષેપ કર્યો છે કે, પાટીદારોને પ્લોટ ના મળે તે માટે તંત્રે આ કાવતરું ઘડયું છે.

4

સરદાર વલ્લભભાઈ પટેલને કરમસદના પાટીદારોએ ટેકો આપ્યો નહતો, ચિમનભાઇ વખતે પણ પાટીદારોનો ટેકો નથી મળ્યો અને કેશુભાઇ વખતે આપણે જ તેઓને હટાવ્યા હતા. પાટીદાર સમાજમાં આ પહેલેથી ચાલે છે તેથી મારો વિરોધ થાય તેનાથી મને આશ્ચર્ય થતું નથી.

5

હાર્દિકે પોતાનો વિરોધ કરી રહેલા પાટીદારો પર પ્રહાર કરતાં કહ્યું કે, પાટીદારોનાં આંદોલનોને તોડવા આપણા લોકો જ કામ કરે છે. હાર્દિકે સરદાર વલ્લભભાઇ પટેલ, ચિમનભાઇ પટેલ કેશુભાઈ પટેલ વગેરે પાટીદાર આગેવાનોને યોદ કરી જણાવ્યું કે, આ પાટીદાર આગેવાનોને તેમના સમયમાં પાટીદારોનો ટેકો મળ્યો નહતો.

6

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે રૂપાલમાં વરદાયીની માતાજીના મંદિરે દર્શન કરી પાટીદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં હાર્દિકે કહ્યું કે, સમાજમાં દર 25 વર્ષે ક્રાંતિ આવતી હોય છે અને અત્યારે પાટીદાર સમાજ પણ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • પાટીદારોનાં આંદોલનોને તોડવા આપણા લોકો જ કામ કરે છેઃ હાર્દિકે ક્યા પાટીદાર આગેવાનોનાં આપ્યાં ઉદાહરણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.