ગુજરાતમાં ટુ વ્હીલર સહિત તમામ વાહનોના માલિકો માટે નવો ફતવો, શું થશે તેની અસર, થશે કેટલો દંડ
રાજયમાં 4.43 લાખ ઉપરાંતની તૈયાર કરાયેલી નંબર પ્લેટ પડી રહી છે. જાન્યુઆરી-17થી જે વાહન પર હાઇસિક્યોરિટી પ્લેટ નહીં લાગી હોય તેને રૂ.500 સુધીનો દંડ કરવા રાજ્ય સરકારનો નિર્ણય કર્યો હતો. હાઇસિક્યોરિટી નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલરના રૂ. 100, થ્રી વ્હીલરના રૂ. 200, લાઇટ મોટર વ્હીકલના રૂ. 300 અને અન્ય વાહનો માટે રૂ. 500 સુધીનો દંડ ફટકારાશે.
આરટીઓ અને ટ્રાફિક વિભાગની બેદરકારીના કારણે જૂના અને કેટલાક નવા વાહનોમાં પણ વાહન ચાલકો નંબર પ્લેટ ફીટ કરાવતા નથી. અમદાવાદની સુભાષબ્રિજ આરટીઓમાં જ ટુવ્હીલરની 21 અને ફોર વ્હીલરની 12 જેટલી સિરીઝના વાહનોની નંબર પ્લેટો તૈયાર હોવા છતાં કોઇ વાહન ચાલક પ્લેટ ફીટ કરાવવા આવતા ન હોવાની ફરિયાદ ઉઠી છે.
વાહન વ્યવહાર વિભાગની ઉચ્ચ કક્ષાની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સરકારે એક ઠરાવ પસાર કરીને આ સુચના દરેક સંબંધિત વિભાગોને પાઠવી દીધી છે. જાન્યુઆરી, 2017થી રાજ્યના તમામ વાહન ડિલર્સને ડીમ્ડ આરટીઓ ગણવામાં આવશે અને તેમણે જ પોતાને ત્યાંથી વેચાણ બાદ બહાર નીકળતા વાહનોને હાઇસિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેસ્ટ્સ લગાવીને જ ગ્રાહકોને આપવાના રહેશે.
અમદાવાદઃ સરકારે આગામી છ મહિનામાં રાજ્યમાં ફરતા તમામ નવા અને જૂના વાહનો પર હાઇસિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેસ્ટ્સ લગાવી દેવાનો સરકારે આદેશ આપ્યો છે. આ માટે તમામ વાહન ચાલક અને આરટીઓ બંનેએ સજાગ રહેવું પડશે. છ મહિના પછી એચએસઆરપી વિનાના વાહન ચાલકોને રૂ. 100થી રૂ. 500 સુધીનો દંડ કરવાની પણ સરકારે તાકીદ કરી છે.