ઈન્કમટેક્ષ અધિકારીઓએ અમદાવાદની સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં પાડ્યા દરોડા, જાણો વિગત
ઈન્કમટેક્ષ વિભાગને બેનામી સંપત્તિ વિશે સચોટ માહિતી મળે ત્યાર બાદ જ આ રીતે દરોડા કરવામાં આવે છે. હાલમાં વિભાગના 15 જેટલા અધિકારીઓ સફલ કન્સ્ટ્રક્શન કંપનીના દસ્તાવોજોની ચકાસણી કરી રહ્યા છે. આ ચકાસણી લાંબો સમય સુધી ચાલશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. જોકે હવે કેટલી કરચોરી અને કેટલી બેનામી સંપત્તિ બહાર આવે છે તે તો સમગ્ર દસ્તાવેજ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. ડિજીટલ બીલોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મોટી બેનામી સંપત્તિ બહાર આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
અમદાવાદ: ઈન્કમ ટેક્ષ વિભાગે અમદાવાદની જાણીતી સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં દરોડા પાડ્યા છે. અધિકારીઓએ તમામ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આઈટી વિભાગના અધિકારીઓએ કંપનીના તમામ ડોક્યુમેન્ટ કબ્જે કરી દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી દીધી છે.