પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત આર્કિટેક્ટ દોશીએ આ હિન્દી ફિલ્મમાં કર્યું હતું કામ , જાણો વિગત

દોશીએ અમદાવાદની અટીરા હાઉસિંગ, ટાગોર હોલ, એલઆઈસી હાઉસિંગ, સંગાથ, સેપ્ટ યુનિવર્સિટી, પ્રેમાભાઈ હોલ, અમદાવાદની ગુફા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટ,કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, રક્ષાશક્તિ યુનિવર્સિટી, એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ, સાયન્સ સિટી-આઈમેક્સ થિએટર સહિતની અનેક બિલ્ડિંગો બનાવી છે
90 વર્ષીય દોશીને એક લાખ અમેરિકન ડોલર અને કાંસ્ય પત્રક આપવામાં આવશે. તેમણે અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગનું નિર્માણ કર્ય. હતું જેને બાદમાં સેપ્ટમાં ફેરવી દેવામાં આવી હતી. દોશી 1947માં આર્કિટેક્ટના અભ્યાસ માટે લંડન ગયા હતા બાદમાં તેઓ પેરિસ પણ ગયા હતા.
ઘણા ઓછા લોકો જાણતા હશે કે આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીએ બોલિવૂડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સાદ અલીની બોલિવૂડ ફિલ્મ ઓકે જાનૂમાં દોશીએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સિવાય મણિરત્નમની તમિલ ફિલ્મ ઓ કાધલ કનમાનીમાં પણ કામ કર્યું છે.
અમદાવાદઃ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચર ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝ ગણાતાં પ્રિત્ઝકર આર્કિટેક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. છેલ્લા સાત દાયકાથી આ ક્ષેત્રમાં કાર્યરત દોશી 20મી સદીના બે મહાન આર્કિટેક ગણાતા લા કોર્બ્યુસર અને લુઈસ કાહ્ન સાથે કામ કરી ચૂક્યા છે. પૂણેમાં જન્મેલા દોશીએ લો કોસ્ટ હાઉસિંગ અને અમદાવાદના વિખ્યાત સ્થાપત્ય ટાગોર હોલ, આત્મા, હુસૈન દોશી ગુફાનું નિર્માણ કર્યું છે.