કુંવરજી બાવળિયા ધારાસભ્ય તરીકે ક્યારે લેશે શપથ? કોણ લેવડાવશે શપથ?
કુંવરજી બાવળિયા ધારાસભ્ય તરીકેના શપથ લે તે દિવસે ગાંધીનગરમાં અને જસદણમાં જંગી સભા યોજવાનું તેમનું આયોજન છે. જસદણમાં ભાજપની જીતને કારણે રાજ્યભરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. ભાજપ દ્વારા આ જીતની ઠેર ઠેર ઉજવણી કરાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાવળીયા આગામી 3 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ધારાસભ્યપદના શપથ લેશે. ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી તેમને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવશે. આ શપથવિધિ બાદ બાવળિયા વિધિવત રીતે વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકેનો ચાર્જ ફરી સંભાળશે.
ગાંધીનગરઃ જસદણ વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને એક વરસના ગાળામાં બીજી વાર જીત મેળવીને હવે ભાજપના ધારાસભ્ય બનેલા કુંવરજી બાવળીયા 3 જાન્યુઆરીએ ધારાસભ્ય તરીકે ફરી શપથ લેશે. બાવળિયાની ફરી ધારાસભ્ય પદે શપથવિધિની તૈયારી શરૂ કરાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -