પોલીસ સ્ટેશનમાં વિસ્મય શાહ, તેની પત્ની અને રશિયન યુવતીએ કેવી રીતે મોઢું છુપાવ્યું? જુઓ આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે આ તમામની ધરપકડ કરીને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતાં. આ તમામને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.
વિસ્મય શાહની સાથે તેની પત્ની પૂજા શાહ, ભાઈ ચિન્મય શાહ, વીએસ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા નીમા શાહ, હર્ષ મજુમદાર અને જાણીતા બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા પણ આ મહેફિલમાં સામેલ હતો. આ ઉપરાંત આ પાર્ટીમાં એક રશિયન યુવતી પણ સામેલ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વિસ્મય શાહના ગઈ 13મી ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતા અને મંગળવારે ફાર્મહાઉસમાં લગ્નની પાર્ટી ચાલી રહી હતી. દારૂની મહેફિલ સાથે હુક્કાની પણ મહેફિલ ચાલી રહી હતી. વિસ્મય શાહના સંબંધી આશિષ શાહનું આ ફાર્મ હાઉસ હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મંગળવારે ગાંધીનગર એલસીબી દ્વારા અડાલજમાં આવેલી બાલાજી કુટિરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દારૂની મહેફિલ માણતાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ મંગળવારે મોડી રાતે દારૂની મહેફિલ માણતો ઝડપાયો હતો. તેના સહિત 6 લોકો દારૂની મહેફિલમાં ઝડપાયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -