વ્હોટ્સએપ પર યુવતીને અશ્લીલ મેસેજ કરનાર યુવકને કોર્ટે કરી અનોખી સજા, જાણીને ચોંકી જશો
જોકે, પોલીસે તેની ગાડીનો નંબર નોંધી તેના આધારે ગણતરીના સમયમાં જ વિસનગર સ્થિત તેના ઘરેથી ઝડપી લીધો હતો. આરોપીને બરાબરનો પાઠ ભણાવવા માટે પોલીસે તેની સામે સાત વર્ષ સુધીની જેલ થઈ શકે તેવી કલમો લગાડી, જેના કારણે તેના પોલીસ સ્ટેશનમાંથી જામીન પણ ન થઈ શક્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆખરે આરોપીને જામીન લેવા માટે કોર્ટમાં જવું પડ્યું. કોર્ટે તેને જામીન તો આપી દીધા, પરંતુ સાથે એવી શરત મૂકી કે જ્યાં સુધી ચાર્જશીટ દાખલ થઈ જાય ત્યાં સુધી આરોપી પોતાની પાસે સ્માર્ટફોન રાખી નહીં શકે.
અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરની યુવતીને વ્હોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલનાર યુવકને કોર્ટે અનોખી સજા કરી છે. યુવતીને અશ્લીલ મેસેજ કરવા મામલે વિસનગરના એક યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા યુવક સામે સાત વર્ષની સજા થઈ શકે તેવી કલમો લગાવી હતી. જેથી તેને જામીન લેવા માટે પણ કોર્ટમાં જવું પડ્યું હતું. જો કે, કોર્ટે જામીન તો આપી દીધા પણ અનોખી શરત મુકી છે.
જાણકારી પ્રમાણે વિસનગરમાં રહેતો એક પરિણિત યુવક મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતીને ફોન પર આઈ લવ યુ, આઈ લાઈક યુ, મિસ યુ જેવા મેસેજ મોકલતો હતો. યુવતીએ શરુઆતમાં આ મેસેજને ગંભીરતાથી ન લેતા યુવકે તેને અશ્લીલ મેસેજ મોકલવાનું શરુ કર્યું હતું, આ અંગે યુવતીએ મેઘાણીનગર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે આરોપીને ચાર્જશીટ દાખલ નહીં થાય ત્યાં સુધી સ્માર્ટફોન નહીં રાખવાની શર્તે જામીન આપ્યા છે. અને આરોપી પર નજર રાખવાની જવાબદારી કોર્ટે તેની જ પત્નીને સોંપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -