અમદાવાદઃ મુસ્લિમ સમૂહ લગ્નના આયોજકનો સાબરમતીમાં કૂદી આપઘાત
અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારામાં 2 દિવસ પહેલા સાંજના સમયે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદવાડી ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નમાં લૂંટફાટ મચાવવામાં આવી હતી. આ પછી સમૂહ લગ્નના આયોજક રફીક છિપા લાપતા હતા. ત્યારે આજે સવારે રફીકે જમાલપુર બ્રિજ ઉપરથી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. ફાયરબ્રિગેડને કોઈ યુવકે નદીમાં ઝંપલાવ્યું હોવાનો કોલ મળતા તેમણે રફીકની લાશ બહાર કાઢી હતી. લાશ બહાર કાઢ્યા પછી તપાસ કરતાં આ મૃતદેહ વટવામાં સમૂહ લગ્નનું આયોજન કરનાર રફીક છિપાનો હોવાનું જાણવા મળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, સમૂહ લગ્નમાં લૂંટફાટ અને તોડફોડના વીડિયો વાયરલ થયા છે. સમૂહ લગ્ન દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ હતી. જે બાદ હાજર લોકો વિફર્યા હતા અને કરિયાવરની વસ્તુઓ ઘરભેગી કરવાની શરૂઆત કરી હતી. આ અવ્યવસ્થા સર્જાતા આયોજક ભેદી રીતે ગાયબ થઇ જતા હાજર લોકો દ્વારા કરિયાવરની વસ્તુની હેરાફેરી શરૂ કરી હતી. બાદમાં આયોજન સ્થળ પર ખુરશીઓ ઉછાળી અને મંડપમાં તોડફોડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -