✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાળીને પરણવા યુવકે માતા સાથે મળીને બનાવ્યો ખતરનાક પ્લાન, પત્નીને ખબર પડી જતાં શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Sep 2016 04:45 PM (IST)
1

અમદાવાદઃ શહેરના રખિયાલ વિસ્તારમાં એક યુવકે સાળી સાથે લગ્ન કરવા માટે પત્નીની હત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રખિયાલમાં રહેતો યુવક બે બે વાર પરણી ચૂક્યો હોવા છતા તેની નજર પોતાની સાળી પર પડી હતી અને તેણે આ અંગે પોતાની પત્નીને વાત કરી હતી. તેણે પત્ની પાસે તેની બહેન સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, પત્નીએ આ વાતનો ઇનકાર કરતા યુવકે તેનો જ કાંટો કાઢીને તેની બહેન સાથે લગ્ન કરવાનું વિચારી લીધું હતું અને આ માટે તેણે પોતાની માતા સાથે મળીને એક ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો હતો.(અહેવાલઃ હર્મેશ સુખડિયા)

2

સલીમે પોતાની માતા સાથે બનાવેલા પ્લાન પ્રમાણે સલીમે તેની માતા સાથે મળીને પત્નીને જ દરગાહનો પ્રસાદ છે તેમ કહી કેફી પદાર્થ પીવડાવી દીધો હતો. હસીનાબાનુને કેફી પદાર્થ પીધા બાદ ઘેન ચઢ્યું ત્યારે પતિ અને સાસુ તેનું ગળું દબાવી રહ્યાં હતાં, પણ હસીનાબાનુ આ બંને માતા-દીકરાની ચુંગાલમાંથી નાસી ગઇ હતી. આ મામલે હાલ હસીનાબાનએ તેના પતિ અને સાસુ સામે આઇપીસી 307 (જાનથી મારી નાખવાની કોશિષ), આઇપીસી 498 ક (સ્ત્રીના પતિ અથવા પતિના સંબંધી દ્વારા ત્રાસ આપવો), આઇપીસી 114 (ગુનામાં મદદગારી કરવી), આઇપીસી 328 (મારી નાખવાના ઉદ્દેશ સાથે કેફી પદાર્થ પીવડાવી દેવું)ની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

3

આ અંગેની વિગતો એવી છે કે, રખિયાલના ગરીબનગર ખાતે રહેતી હસીનાબાનુના ત્રણેક વર્ષ પહેલા સલીમખાન સમીમખાન પઠાણ સાથે લગ્ન થયા હતા. સલીમખાનના આ બીજા લગ્ન હતા અને તેને ત્રીજા લગ્ન તેની સાળી સાથે જ કરવા હતા. સલીમે પત્ની હસીનાબાનુને કહ્યું હતું કે, મેરો કો તેરી બેન કે સાથ તીસરી સાદી કરની હૈ. જોકે, પત્નીએ ઇનકાર કરતાં કહ્યું હતું કે, યે આપકી દૂસરી સાદી હૈ, મૈં ઝીંદા હું તો તીસરી સાદી કરને કી ક્યા ઝરૂરત હૈ. આમ પત્નીને ન ગમતાં તેણે પત્નીનો કાંટો કાઢી નાખવાનું મનમાં નક્કી કરી લીધું. છેલ્લા ત્રણ વર્ષથી સલીમખાન પઠાણ અને તેની માતા નુરજહાં પઠાણ હસીનાબાનુને માનસિક શારિરીક ત્રાસ આપતા હતા. ગઈ કાલે મંગળવારે હસીનાબાનુ ઘરે હતી ત્યારે પતિ સલીમખાન અને સાસુ નુરજહાંએ ભેગા મળીને હસીનાબાનુને બેભાન થઇ જવાય તેવો કેફી પદાર્થ દરગાહના પ્રસાદ સ્વરૂપે પીવડાવો દીધો હતો. જો કે, હસીનાબાનુને આ વાતની જાણ થતાં તે ત્યાંથી નાસી છૂટી અને પોલીસને જાણ કરી હતી. હાલ રખિયાલ પોલીસે પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • સાળીને પરણવા યુવકે માતા સાથે મળીને બનાવ્યો ખતરનાક પ્લાન, પત્નીને ખબર પડી જતાં શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.