‘માંડવીમાં પાટીદાર સ્ત્રીની બળાત્કાર કરી હત્યા’, હાર્દિકે ઠાલવ્યો કેવો આક્રોશ અને આપી કઈ ચેતવણી? જાણો

હાર્દિકે સવાલ કર્યો છે કે કેમ હવે આપણે દિલ્લી માં થયેલા નિર્ભયા કેસની જેમ મીણબત્તી લઇને રોડ પર નહિ આવીયે ??? આપણે કેમ કમજોર થઇ રહ્યા છીએ. શુ આપણે અવાજ નહિ ઉઠાવી શકીયે ??? યાદ કરો એ ૨૫ ઑગસ્ટ ની ક્રાંતિ. લલકારો હવે, સમાજ હિત માટે અવાજ કરો. ન્યાય ચોક્કસ મળશે.
હાર્દિકે લખ્યું છે કે આ વાત આ બહેન પૂરતી નથી. આવતીકાલે મારી કે તમારી બહેન પણ આવા રાક્ષસનો શિકાર ના બને માટે અવાજ ઉઠાવો. ભાવનગર જિલ્લામાં પાટીદાર સમાજ ની મહિલા પર બનેલો બનાવ એ ગુજરાત રાજ્ય ની મહિલાના સ્વાભિમાન પર ઉઠેલો સવાલ છે.
હાર્દિકે તેના ફેસબુક પેજ પર લખ્યું છે કે તારીખ 1/11/2016ના રોજ ભાવનગર જિલ્લાના માંડવી ગામે (હડમતિયા ઠોંડા)પાટીદાર સમાજના 50 વર્ષની આધેડ વયના બહેન સાથે દિલ્હીના નિર્ભયા કાંડને પણ સારું કહેવડાવે તેવું ક્રૂરતા અને હેવાનિયતની તમામ હદ વટાવી બળાત્કાર કરી ધાતકી હત્યા કરી દેવાઇ છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ભાવનગર જિલ્લાના માંડવી (હડમતિયા ઠોંડા) ગામે પાટીદાર મહિલા પર બળાત્કાર કરી તેની હત્યા કરવાની ઘટના સામે જોરદાર આક્રોશ દર્શાવ્યો છે. હાર્દિકે ચેતવણી આપી છે કે ગુજરાતમાં નવો ભૂકંપ સર્જાય તે પહેલાં ગુજરાત સરકાર જાગી જાય.
હાર્દિકે લખ્યું છે કે આખા ગામમાં બધાંને ખબર છે આ કૃત્ય કોણે કર્યું છે પણ તપાસને દબાવાઈ છે. હજુ સુધી તપાસના નામે કાંઈ જ નથી. મારી પાટીદાર સમાજના તમામ સામાજિક,રાજકિય આગેવાનોને આ ઘટનાનો ભોગ બનેલા પરિવારને ન્યાય માટે આગળ આવવા આહવાન કરું છુ.