આગામી 4 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગત
14 જુલાઈએ બનાસકાંઠા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 જુલાઈએ દક્ષિણ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App12 જુલાઈએ બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે 13 જુલાઈએ વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પડે તેવી સંભાવના છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. છોટાઉદેપુર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની સંભાવના છે.
11 જુલાઈએ ગુજરાતના સૌરાષ્ટ્ર, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દમણમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આગામી 4 દિવસમાં ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં વરસાદ થશે હવામાન વિભાગે જણાવ્યું હતું. ગુજરાત સરકારે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ)ની 15 ટીમ વાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, ગાંધીનગર, અમરેલી અને વડોદરામાં તૈનાત કરી દીધી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. બીજી એક સાઈક્લોનિક સિસ્ટમ છત્તીસગઢ પર સર્જાઈ છે જે ગુજરાત તરફ આગળ વધી રહી છે.
અમદાવાદ: મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભારે વરસાદ ઘમરોળ્યું તો બીજી તરફ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો કોરા રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બે સિસ્ટમ સક્રિય થવાથી આગામી 4 દિવસમાં સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -