જીજ્ઞેશ મેવાણીએ ક્યા મુદ્દે રૂપાણી સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટિમેટમ ? જાણો વિગત
દલિતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ દલિત સમાજને સંબોધતા જીગ્નેશ મેવાણીએ સરકાર પર અને ક્રાઈમ બ્રાંચ પર આકરા પ્રહારો કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આ શરતો માનવામાં નહીં આવે તો 72 કલાક બાદ અમદાવાદના તમામ સાત બ્રિજ બંધ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવશે. આમ વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણીએ સરકારને 72 કલાકનુ અલ્ટીમેટમ આપ્યું હતું.
આગામી 72 કલાકમાં આ દલિતો પર થયેલા કેસ પરત નહીં ખેંચાય તો અમદાવાદમાં જોરદાર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી જિગ્નેશ મેવાણી આપી હતી. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં જૂથ અથડામણ થઈ હતી.
જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હુતં કે, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં થયેલી ઘટનામાં દલિતો પરના કેસ પરત ખેંચવામાં આવે તેમજ દલિતો પર થયેલા અત્યાચાર અંગે પોલીસ પર FIR નોંધવામાં આવે.
અમદાવાદ: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં હોસ્ટેલમાં યુવતીની છેડતીને પગલે બે સપ્તાહ અગાઉ થયેલી જૂથ અથડામણ અંગે પગલાં લેવા સરકારને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જીગ્નેશ મેવાણી દલિતોની પડખે ઉભા રહ્યા છે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સપ્તાહ અગાઉ બે સમાજના જૂથ વચ્ચે થયેલી અથડામણમાં દલિત સમાજને અન્યાય થયો હોવાની લાગણી સાથે અમદાવાદના શાહીબાગ અને ભુદરપુરાથી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -