✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદના કયા નવ મલ્ટિપ્લેક્સે પદ્માવત નહીં બતાવવાના લગાવ્યા બોર્ડ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2018 04:42 PM (IST)
અમદાવાદના કયા નવ મલ્ટિપ્લેક્સે પદ્માવત નહીં બતાવવાના લગાવ્યા બોર્ડ?
1

અમદાવાદના સાત જેટલા મ‌લ્ટિપ્લેક્સ માલિકોએ ફિલ્મ બતાવવાની તૈયારી દર્શાવતાં પોલીસે ત્યાં એસઆરપી સહિતની ટુકડીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રાજપૂત સંગઠન સહિતના હિંદુ સંગઠનોના વિરોધને કારણે હવે નવ જેટલાં મ‌લ્ટિપ્લેક્સ માલિકોએ રપમીએ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે મ‌લ્ટિપ્લેક્સની બહાર ફિલ્મ પદ્માવત રિલીઝ નહીં થાય તેવાં બોર્ડ પણ મારી દીધા છે.

2

કે સેરા-સેરામાં ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મલ્ટિપ્લેકસ મુંબઇના મલ્ટિપ્લેકસ એસોસિએશન સાથે સંકળાયેલા છે તે મલ્ટિપ્લેકસમાં ફિલ્મ ચલાવાશે કે નહીં તેનો નિર્ણય આજે કરાશે. ફિલ્મ પદ્માવતનું એકપણ બુકિંગ કરાયું નથી. ફિલ્મ પદ્માવત રિલિઝ કરવા અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. તેમજ ફિલ્મની રિલિઝને બે દિવસ બાકી રહ્યા છે પરંતુ હજી સુધી ઓફલાઈન કે ઓનલાઈન બુકિંગ શરૂ થયું નથી.

3

અમદાવાદ: ગુજરાતમાં ફિલ્મ પદ્માવતની રિલીઝને લઇ હજુ પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. અમદાવાદમાં અનેક જગ્યાએ પણ મ‌લ્ટિપ્લેક્સમાં તોડફોડ કરાઈ હતી, જેના પગલે બે દિવસ અગાઉ મ‌લ્ટિપ્લેક્સના માલિકોએ ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી પોલીસ બંદોબસ્ત માગ્યો હતો. તેમજ નવ મલ્ટિપ્લેક્સ દ્વારા ફિલ્મ રિલીઝ નહીં કરવાના બોર્ડ લગાવી દેવાયા છે.

4

મલ્ટિપ્લેકસ એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું કે, વાઇડ એંગલ સહિત અન્ય છ પ્રાઇવેટ મલ્ટિપ્લેકસમાં ફિલ્મ નહીં બતાવવા માટે બોર્ડ મારી દીધું છે. પ્રાઇવેટ મલ્ટિપ્લેકસ જેવા કે, વાઇડ એંગલ, સિટીગોલ્ડની તમામ શાખા અને એબી મલ્ટિપ્લેકસ, વાઇડ એંગલ તથા દેવી મલ્ટિપ્લેકસમાં પદ્માવત રિલીઝ નહીં થાય.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદના કયા નવ મલ્ટિપ્લેક્સે પદ્માવત નહીં બતાવવાના લગાવ્યા બોર્ડ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.