મોદી સાહેબ ગોળા તો એવા મારે છે કે જાણે માથું ફૂટી જાય, અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલે બીજું શું કહ્યું, જાણો વિગતે
પાટણમાં મોદી સાહેબે કહ્યું હતું કે હું પાટણની સ્કૂલમાં ભણેલો છું, તો મોદી સાહેબ કેટલી મોટી ફેકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા ફેકું કહીને મજાક ઉડાવી હતી. આપણે રામ બનીને આ ભાજપ સરકાર જેવા રાવણને હવે મારી નાખવાનો સમય આવી ગયો છે. છેલ્લે મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરીને ભાજપને મત નહીં આપવાના લપથ લેવડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિકાસ તો વડાપ્રધાન મોદી અને સ્મુતી ઇરાનીનો થયો છે. મોદી સાહેબ 1.50 લાખ રૂપિયાનો જભ્ભો પહેરે છે અને સ્મૃતિ ઈરાની 2 લાખની સાડી પહેરે છે. આ કોનો વિકાસ કહેવાય એ જનતા સમજે છે. મોદી સાહેબ ગોળાતો એવા મારે છે જાણે માથું ફૂટી જાય.
ઘાટલોડિયા અને નારપુરા ગમે તેનો ગઢ હોય પણ આ જનતા સાથે રેલી કરી અને લોકો જોતાં પણ રહી ગયા. જનતા પર અત્યાચાર કરવાનો મોકો હવે આ સરકારને નહીં મળે હવે તો આ તાનાશાહ સરકારને બદલવી પડશે. નોકરીઓ પૈસાથી મળવા લાગી છે. તલાટી અને પી.એસ.આઈની ભરતીમાં 50-50 લાખ રૂપિયા આપીને નોકરી મળે છે.
ભાજપનો ખેસ હશે તો જ FIR લેવામાં આવશે અને તો જ સાતબારના ઉતારા મળશે. આ તાના સાહિની સરકાર છે. 18 તારીખે રિઝલ્ટ સારું નહીં આવ્યું તો ફરી 14 વર્ષ માટે મને જેલમાં ધકેલી દેવામાં આવશે તો હું તૈયાર છું.
લાખો અને કરોડો રૂપિયા આપીને શિક્ષણ વેચાઈ રહ્યું છે. ગામડાની જમીન છોડીને શહેરમાં આવવું પડે છે. રોજગારી અને બેરોજગારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ક્યો વિકાસ થયો છે. વિકાસનો મતલબ એ થાય છે, કે બાળકોને મફત શિક્ષણ મળી શકે રૂપિયા આપ્યા વગર રોજગારી મળે તે વિકાસ કહેવાય આવું હાર્દિક પટેલે જણાવ્યું હતું.
આ પાટીદારોની લડાઈ નથી 6 કરોડ ગુજરાતીઓએ પોતાની તાકાત બતાવાની જરૂર છે. આપણી માંગ શું છે એની ઉપર કોઈ પણ પક્ષ ચર્ચા કરવા તૈયાર નથી. કેશુબાપાની સભામાં પણ 5 લાખ લોકો આવતા હતાં, જોકે વોટમાં તબદીલ નહોતા થયા. આપણે એવી ભૂલ નથી કરવાની આપણે તો પાડી દેવાના છે.
સવારથી 9 વાગ્યાથી લઈને શરૂ થયેલા રોડ શોમાં મોટી જન મેદની જોડાઈ તે માટે હાર્દિક પટેલે પાટીદાર સમાજનો આભાર માન્યો હતો. જ્યારે પાટીદારોએ હવે અમદાવાદમાં યોજાયેલ હાર્દિક પટેલની સભામાં 16 બેઠકો પર ભાજપને હાકી કાઠવા માટે આહ્વાન કર્યું હતું. ગુજરાતમાં વડાપ્રધાન મોદી પર પણ પ્રહારો કર્યા હતા. બાદમાં કહ્યું હતું કે પાકિસ્તાન અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને શું લેવા દેવા છે. મોદી સાહેબ વિકાસની વાતો કરે છે. નોટબંધી કરવા પાછળનું કારણ વેપારીઓને હેરાન કરવાનું હતું.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 14 તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે. જોકે પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ સભાઓ ગજવી રહ્યો છે. સોમવારે સાંજે પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે અમદાવાદના નવા નિકોલ ખાતે સભા સંબોધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -