પરેશ ધાનાણી સૌરાષ્ટ્રમાંથી વિપક્ષના નેતા બનનારા માત્ર છઠ્ઠા ધારાસભ્ય, જાણો પહેલાં કોણ કોણ બન્યા છે?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીની પસંદગી થઈ છે. સૌરાષ્ટ્રમાંથી વિપક્ષના નેતા તરીકે પસંદગી થઈ હોય તેવા ધાનાણી છઠ્ઠા ધારાસભ્ય છે. સૌરાષ્ટ્રમાંથી સૌપ્રથમ વિપક્ષના નેતા મોરબીના ધારાસભ્ય બાબુભાઈ જશભાઈ પટેલ બન્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2.દલસુખભાઈ ગોધાણીઃ સિહોરના ધારાસભ્ય દલસુખભાઈ ગોધાણી વિપક્ષના નેતા બનેલા સૌરાષ્ટ્રાના બીજા ધારાસભ્ય હતા. તેમનો કાર્યકાળ 1980-1985 રહ્યો હતો.
5. શકિતસિંહ ગોહિલઃ કોંગ્રેસના ટોચના નેતા શક્તિસિંહ ગોહિલ 2017 વિધાનસભા ચૂંટણીમાં માંડવી બેઠક પરથી ભલે વિરેન્દ્ર જાડેજા સામે હારી ગયા હોય પરંતુ તેઓ પણ વિપક્ષના નેતાનું સુકાન સંભાળી ચુક્યા છે. ભાવનગરના તત્કાલિન ધારાસભ્ય ગોહિલે 2008-11 સુધી આ જવાબદારી સંભાળી હતી.
6. પરેશ ધાનાણીઃ અમરેલીના યુવા નેતા પરેશ ધાનાણીની 6 જાન્યુઆરી, 2018ના રોજ ગુજરાત વિધાનસભાના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમના માથે હવે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને શક્ય તેટલી વધુ સીટો અપાવવાની તથા સંગઠનની જવાબદારી રહેશે. વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી થયેલા તેઓ સૌરાષ્ટ્રના છઠ્ઠા ધારાસભ્ય છે.
3. કેશુભાઈ પટેલઃ ગુજરાતમાં ભાજપનો પાયો નાંખનાર કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તે પહેલા વિપક્ષના નેતા તરીકે પદભાર સંભાળી ચુક્યા હતા. ટંકારાથી ભાજપના ધારાસભ્ય કેશુભાઈ પટેલ 1990-95 સુધી વિપક્ષના નેતા રહ્યા હતા.
4. અર્જુન મોઢવાડિયાઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ વિપક્ષ નેતા તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોરબંદર સીટ પરથી બાબુભાઈ બોખીરિયા સામે હારી જનારા અર્જુન મોઢવાડિયા 2004-07 દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા.
1.બાબુભાઈ પટેલઃ મોરબીના ધારાસભ્ય જનતા પાર્ટીમાંથી 1976-77 દરમિયાન વિપક્ષના નેતા બન્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -