Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રેશમા પટેલે સ્પષ્ટ રીતે ભાજપ છોડવાનો સંકેત આપતાં લખ્યુઃ .......વહાં તય હૈ હમારા બગાવત કરના.... બીજું શું લખ્યું?
રેશમા પટેલે લખ્યું છે કે, જિસ કી ફિતરત હૈ જૂઠ બોલના, વહાં તય હૈ હમારા બગાવત કરના, સબ કો અચ્છે લગના જરૂરી નહીં, કિસી કી આંખો મેં ખટકના ભી જરૂરી હૈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેશમા પટેલે ત્રણ રાજ્યોની ચૂંટણીમાં હાર પછી ભાજપ નેતાગીરીને અભિમાની ગણાવી હતી અને ભાજપની હારને અભિમાનની હાર ગણાવી હતી. ભાજપ નેતાગીરીએ રેશમાને શિસ્તમાં રહેવા કહ્યું હતું પણ રેશમાએ આ સૂચનાને ગણકારી નહોતી.
અમદાવાદઃ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની કારમી હારના પગલે ભાજપ નેતાગીરી સામે આકરા પ્રહારો કરનારાં ભાજપનાં મહિલા નેતા રેશમા પટેલ ફરી મેદાનમાં આવ્યાં છે. રેશમા પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ભાજપ સામે બગાવતનો સ્પષ્ટ સંકેત આપતી શાયરી ફટકારી છે.
રેશમા પટેલ એ પછી રાજસ્થાન ગયાં હતાં. રેશમા પટેલે અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહની મુલાકાત લીધી હતી. તેમણે દરગાહ પર ચાડર પણ ચઢાવી હતી. પટેલે પોતાના ફેસબુક પેજ પર આ મુલાકાતની તસવીરો મૂકી હતી અને હવે પાછાં તે મેદાનમાં આવ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -