✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ઉનામાં તો ચાની ચુસ્કીઓ લેવામાં કોઇ બાકી નહોતું, હવે માંડવી કેટલા આવે છે તેનું લિસ્ટ બનાવુ છું’, હાર્દિકે કેમ કર્યો આવો કટાક્ષ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Dec 2016 12:17 PM (IST)
1

હાર્દિક પટેલે આ વાતને યાદ કરીને રાજકીય પક્ષો પર કટાક્ષ કર્યો છે અને આડકતરી રીતે ચીમકી પણ આપી દીધી છે. તારીખ ૧/૧૧/૨૦૧૬ના રોજ ભાવનગર જિલ્લાના માંડવી ગામે (હડમતિયા ઠોંડા)પાટીદાર સમાજના 50 વર્ષની આધેડ વયના બહેન પર બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેવાઈ તે મામલો અત્યારે ઉગ્ર બન્યો છે.

2

આ ઘટનાના પગલે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકાર દોડતી થઈ ગઈ હતી. આનંદીબેન પટેલ દોડીને ઉના પહોંચ્યાં હતાં અને દલિત પરિવારોને મળ્યાં હતાં. અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીએ પણ ઉનાના પીડિત પરિવારોની મુલાકાત લઈ તેમની સાથે બેસીને ચા પીધી હતી.

3

ઉનામાં ચાર દલિતોએ ગાયની હત્યા કરી હોવાનો આક્ષેપ મૂકી કહેવાતા ગૌરક્ષકોએ તેમને જાહેરમાં નિર્દયતાથી ફટકાર્યા હતા. પોલીસ સ્ટેશનની સામે જ દલિતોને કાર સાથે બાંધીને મારવામાં આવ્યા હતા અને તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાં આ મુદ્દો રાષ્ટ્રીય બની ગયો હતો.

4

હાર્દિકે આ ઘટનાને સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા ઉના દલિત અત્યાચાર કાંડ સાથે સાંકળી દીધો છે. આ સંદર્ભમાં હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો છે કે ઉના કાંડમાં તો ચાની ચુસ્કીઓ લેવામા લગભગ કોઇ બાકી નહોતુ. હવે માંડવી કેટલા આવે છે તેનુ લિસ્ટ બનાવુ છું.

5

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ભાવનગર જિલ્લાના માંડવી (હડમતિયા ઠોંડા) ગામે પાટીદાર મહિલા પર બળાત્કાર કરી તેની હત્યા કરવાની ઘટના અંગે ગુજરાત સરકારને ચેતવણી આપી છે કે ગુજરાતમાં નવો ભૂકંપ સર્જાય તે પહેલાં ગુજરાત સરકાર જાગી જાય.

  • હોમ
  • અમદાવાદ
  • ‘ઉનામાં તો ચાની ચુસ્કીઓ લેવામાં કોઇ બાકી નહોતું, હવે માંડવી કેટલા આવે છે તેનું લિસ્ટ બનાવુ છું’, હાર્દિકે કેમ કર્યો આવો કટાક્ષ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.