મોદીના બોટાદના કાર્યક્રમમાં ભાજપમાં જોડાવા અંગે કોંગ્રેસના કોળી નેતા બાવળિયાએ શું કહ્યું? કોના પર કર્યા આક્ષેપ? જાણો

જો કે કુંવરજી બાવળિયાએ આ વાતને નકારી છે. સોશિયલ મીડિયામાં આ મેસેજ વાઈરલ થયા બાદ કુંવરજી બાવળિયાએ સ્પ,ટતા કરી છે કે, મારી નાદુરસ્ત તબિયતના કારણે હાલ હું આરામ પર છું પણ હું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યો છું તે સમાચાર પાયાવિહોણા છે.
અમદાવાદઃ ભાજપે ગુજરાતની 182 બેઠકોમાંથી 150 બેઠકો ઉપર કબજો મેળવવાનો લક્ષાંક રાખ્યો છે અને તેના ભાગરૂપે આક્રમક અભિયાન શરૂ કરી દીધું છે. ભાજપે 150 બેઠકો કબજે કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પક્ષપલટા કરાવીને પોતાની તરફ ખેંચવાનું અભિયાન શરૂ કર્યું છે.
મોદી આજે બપોર બાદ બોટાદ આવી સૌની યોજના પાર્ટ-2 હેઠળ કૃષ્ણસાગર તળાવમાં નર્મદા નદીનાં વધામણાં કરશે. આ કાર્યક્રમમાં બાવળિયા ભાજપમાં જોડાશે તેવા મેસેજ ફરતા થયા છે. સોમા ગાંડા પટેલે આવી સ્પષ્ટતા કરી નથી તે જોતાં તે ભાજપમાં જોડાઈ શકે છે.
ભાજપે આ અભિયાનના ભાગરૂપે બે કોળી આગેવાનો એવા ભૂતપૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા તથા ભૂતપૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલને ખેંચી લાવવાનો તખ્તો તૈયાર કરી દીધો છે તેવા અહેવાલ આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારની બોટાદની સભામાં બંને ભાજપમાં જોડાશે એવા અહેવાલ અગાઉ આવ્યા હતા.
બાવળિયાએ તો તેમના લેટરપેડ પર એવો ખુલાસો કર્યો છે કે ભાજપના મીડિયા સેલ દ્વારા સમાચાર વાઈરલ કરવામાં આવ્યા છે કે બોટાદની મોદીની મુલાકાત વખતે કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મારે જણાવવાનું કે મારા નામનો ઉપયોગ કરીને મારા મતદારો અને સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.