મોદી બે મહિનામાં 4 વાર ગુજરાત આવશે, જાણો શું શું છે કાર્યક્રમો
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી છે અને ગુજરાતની ઉપરાછાપરી મુલાકાતો લઈને ભાજપના હાથમાંથી ગુજરાતનો ગઢ સરકી ના જાય એ માટે ગુજરાત પર પૂરું ધ્યાન આપવા માંડ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદી 21 જાન્યુઆરીએ ખોડલધામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. પાટીદારોને પોતાની તરફ વાળવા ભાજપે કમર કસી છે.તેના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતી સાથે મંત્રણા શરૂ કરાઈ છે ને તેના ભાગરૂપે મોદી પણ આવવાના છે. ગયા મહિને મોદીએ વડોદરામાં આંતરાષ્ટ્રિય એરપોર્ટના ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું
વાયબ્રન્ટ સમારોહમાં દેશ-વિદેશના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી આ પહેલી વાયબ્રન્ટ સમિટ છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં છેલ્લી સમિટ છે તેથી ગુજરાતના વિકાસનું મોટું ચિત્ર રજૂ કરવા મોદી તેમાં હાજરી આપશે.
ડિસેમ્બર મહિનાના અંતમાં નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવી અમદાવાદની મેટ્રો ટ્રેનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ જશે. મોદી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ઉદઘાટનમાં ડિસેમ્બરમાં જ છેલ્લા સપ્તાહમાં ગુજરાત આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપશે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસેમ્બરમાં ગુજરાત આવશે તેવી જાહેરાત સાથે જ મોદી આગામી બે માસમાં 4 વાર ગુજરાતની મુલાકાતે આવશે એ સ્પષ્ટ થઈ ગયું છે. મોદી 10 ડિસેમ્બરેબનાસકાંઠાના ડીસા ખાતે કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે સાથે બનાસકાંઠાને રાજ્યનો પહેલો કેશલેસ જિલ્લો જાહેર કરશે.
આ જાહેરાત કરતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મોદી ડીસામાં કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં હાજરી આપશે. મોદીના આગમનને પગલે સુરક્ષાને લઈને ડીસા પોલીસે એરપોર્ટ મેદાન પર ધામા નાખ્યા છે. આ જાહેરાત થતાં હવે પછીના બે મહિનામાં મોદી ચાર વાર ગુજરાત આવશે એ સ્પષ્ટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -