પાટીદારોને અનામત અપાવવા આ ધાર્મિક સંસ્થા મેદાનમાં, સુપ્રીમમાં કેસ લડવાનો ખર્ચ ઉઠાવશે, બીજો શું લેવાયો નિર્ણય?
ઊંઝામાં કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના પટાંગણમાં સંસ્થાનની જનરલમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પાટીદારોએ ભાગ લીધો હતો.
આ ઉપરાંત હરિદ્વારની જેમ અંબાજી ખાતે પાંચેક કરોડના ખર્ચે નવું વિશ્રાંતિગૃહ બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાને લીધેલો આ નિર્ણય બહુ મોટો છે. ગુજરાતમાં હાર્દિક પટેલે પાટીદારોને અનામત અપાવવા માટેનું આંદોલન ફરી વેગવંતુ કરવાનો નિર્ણય લીધો એ પછી પાટીદારોની કોઈ મોટી સંસ્થા હાર્દિકના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવી હોય એવું પહેલી વાર બન્યું છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને પાટીદારોનું સમર્થ વધી રહ્યું છે ત્યારે કડવા પાટીદારોની ધાર્મિક સંસ્થા ખુલ્લેઆમ તેના સમર્થનમાં બહાર આવી છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાને એક ઠરાવ પસાર કરીને હાર્દિક પટેલની માગણીઓને સમર્થન આપ્યું છે.
સંસ્થાને પાટીદારોને અનામત માટેની લડતને આગળ વધારવાનો પણ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં પાટીદારોને અનામત અપાવવા માટે છ અરજીઓ થઈ છે. આ અરજીઓને લગતો તમામ ખર્ચ હવે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉટાવશે. વકીલોના ખર્ચથી લઈને તમામ કાર્યવાહીના ખર્ચમાં સહયોગી થવાનો ઠરાવ પસાર કરાયો છે.