સુરતની યુવતીને ભગાડી જનારો 45 વર્ષનો સ્વામીનારાયણ સાધુ હવે 23 વર્ષની અમદાવાદી યુવતીને ભગાડી ગયો
એક સંપ્રદાયના બ્રહ્મચારી સાથે યુવતીએ કોર્ટ મેરેજ કર્યાં છે. અંગે યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જોકે યુવતીએ સ્વેચ્છાએ કોર્ટ મેરેજ કર્યાં છે. જેથી ઘટનામાં કોઈ ગુનો બનતો નથી. છતાં અમે અરજી પર તપાસ કરીશું. - એસ.એસ.મોદી, PI, કાગડાપીઠ-પોલીસ સ્ટેશન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ એક સંપ્રદાયમાં સંત હતો, ત્યારે તેને સુરતની મહિલાને લઈને ભાગી ગયો હતો. જે બાદ આરોપી સંતમાંથી બ્રહ્મચારી બની ગયો હતો. બ્રહ્મચારી બન્યા બાદ આરોપીએ ફરી વખત અમદાવાદની યુવતીને ભગાડી તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે.
મારી પુત્રીને પણ તાંત્રિકવિદ્યા કરીને જ લઈ જવામાં આવી છે. અમે કોર્ટમેરેજ માટેના ૯૦ ટકા ચોપડા અને કચેરીઓમાં તપાસ કરી મારી પુત્રીની કોઈ વિગત જણાતી નથી માટે બાકીના ૧૦ ટકા તપાસીને તમને જણાવીશ, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જ્યોતિષી આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીજીને મંદીરે બોલાવીને તેમની પુત્રીનો ફોટો અને તેના કપડા મંગાવીને તાંત્રિક વિદ્યા કરવા જણાવ્યું હતું. આથી તેમણે વાસુદેવ સ્વામીને કહ્યું હતું કે લોકો સ્વામીનારાયણ ભગવાન અને કષ્ટભંજન દેવ પાસે આવે છે તો આપણે તાંત્રિક પાસે વિધા કરાવવાનું ઠીક લાગતું નથી.
વધુમાં તેમણે અરજીમાં કહ્યું હતું કે હરકિશન ભગત તેમની પુત્રીને ફોસલાવી પટાવીને લઈ ગયો હોઈ આ બનાવ અંગે મંદીરના સ્વામી માધવપ્રસાદ દાસજી અને શ્રીજી સ્વામીને પણ જાણ છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સિનીયર પી.આઈ.એસ.એસ.મોદીના જણાવ્યા મુજબ અમે અરજીને આધારે તપાસ કરી રહ્યા છીએ. ઊપરાંત આ બનાવ સંદર્ભે લાગતા વળગતાઓની પુછપરછ કરીશું. યુવતીના પિતાના જણાવ્યા મુજબ તેમણે મંદીરના કારભારીને એક પત્ર લખીને આ અંગે રજૂઆત કરી હતી. જેમાં તેમને વાસુદેવ સ્વામીએ મંદીરમાં બોલાવ્યા હતા.
અમદાવાદ: અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં રહેતી અને મણીનગરમાં રામબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનના વાઘા બનાવાનું કામ કરતી એક 24 વર્ષની યુવતીને મંદિરનો જ એક ભગત હરિકીશન ધીરૂભાઈ પટેલ ભગાડી ગયાનો આક્ષેપ કરતી અરજી યુવતીના પિતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કરી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ કરી છે.
યુવતીના પિતાએ કરેલી અરજી મુજબ તેમની પુત્રી કોલેજ ગયા બાદ ઘરે પરત આવી ન હતી. આથી તેમેણે સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી પણ તેનો પતો લાગ્યો ન હતો. દરમિયાન તેમની પુત્રીએ સાંજે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેણે હરિકીશન સાથે કોર્ટમેરેજ કરી લીધા છે. આટલું બોલીને તેણે ફોન મુકી દીધો હતો. ત્યારબાદ તેમણે ઘણી તપાસ કરવા છતાં દિકરીનો કોઈ પતો લાગ્યો ન હતો. અંતે તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપીને પોલીસને તપાસ કરવા કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -