✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

20 દિવસમાં બે વખત ગુજરાત આવશે PM મોદી, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Aug 2017 12:14 PM (IST)
20 દિવસમાં બે વખત ગુજરાત આવશે PM મોદી, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ
1

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી 12 ઓગસ્ટના રોજ ગુજરાત આવવાના હતા પરંતુ ભારે વરસાદને પગલે તેમનો કાર્યક્રમ સ્થગિત કરાયો હતો. નોંધનીય છે કે વર્ષ 2014માં વડાપ્રધાન મોદી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા.

2

જાપાનના વડાપ્રધાન સપ્ટેમ્બરમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગર ખાતેની જાપાન સરકારની સંસ્થા જેટ્રોનું કદ વધારવા માટે અને ગુજરાત સાથે વધુ મૂડીરોકાણની ચર્ચા વિચારણા કરવા ભારત અને જાપાનના વડાપ્રધાન વચ્ચે ખાસ બેઠકો યોજાવાની છે.

3

સૂત્રોના મતે મુખ્ય સચિવની સાથે ઉદ્યોગ અને ખાણ સચિવ મનોજકુમાર દાસ અને જીઆઈડીસીના એમડી ડી થારા પણ જાપાન ગયા હતા. જ્યાં તેમણે ટોક્યો, ઓશાકા જેવા ચાર મોટા ઔદ્યોગિક શહેરોમાં ઉદ્યોગપતિઓને મળીને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે વાતચીત કરી હતી. જાપાનની 20 થી વધુ મોટી અને મધ્યમ કદની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે તૈયારી બતાવી છે.

4

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સપ્ટેમ્બરમાં ભારત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે ગુજરાત આવશે. બંન્ને ગુજરાત મુલાકાત દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિનર ડિપ્લોમેસી કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંગ ગયા મહિને જ જાપાનની મુલાકાતે ગયા હતા.

5

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદી તાજેતરમાં જ પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણની મુલાકાતે આવ્યા હતા. તે સિવાય વડાપ્રધાન મોદી આગામી મહિને ફરીવાર ગુજરાત આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે, વડાપ્રધાન મોદી 15 સપ્ટેમ્બરે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું જાપાની વડાપ્રધાનની હાજરીમાં ખાતમુહૂર્ત કરશે.

  • હોમ
  • અમદાવાદ
  • 20 દિવસમાં બે વખત ગુજરાત આવશે PM મોદી, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.