પાટીદાર અનામત મુદ્દે સરકાર-પાસની મંત્રણા સામે એસપીજીને પડ્યું શું વાંકું? કઈ રીતે કર્યો વિરોધ?
બીજી તરફ પાસના કન્વીનર વરુણ પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સરકારે અગાઉ એસપીજીની રજૂઆતો સાંભળી છે. આથી બની શકે કે, તેમને આમંત્રણ ન આપવામાં આવ્યું હોય. તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલની આગેવાનીમાં મંત્રણા માટેની ટીમ નક્કી કરવામાં આવી છે. જેઓ સરકાર સાથે અનામતના મુદ્દે કરવા જવાના છે. તેમણે અત્યારે આ મુદ્દે કોઈ વિરોધ ન કરવો જોઇએ, તેમ પણ કહ્યું હતું.
આ મીટિંગ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકાર વતી હું અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસની ટીમ સાથે ચર્ચા કરવાના છે. અગાઉ તેમણે મુખ્યમંત્રીને પત્રથી રજૂઆત કરવામાં આવી છે. જાહેરસભામાં પણ તેમની માંગણી મૂકવામાં આવી છે. તેમના તરફથી કયા કયા મુદ્દાઓ મુકવામાં આવે છે, તે જોવાનું છે. આ અંગે કાયદાકીય રીતે અને વ્યહવારીક રીતે જે શક્ય હશે, તે કરીશું.
નીતિન પટેલે ઉમેર્યું હતું કે, તેમની માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીશું. આ પછી જરૂર પડશે તો બીજી કે ત્રીજી મીટિંગ કરીશું. આ અંગે હકારાત્મક નિરાકરણ લાવવાનો સરકારનો અભિગમ છે. ખૂબ જ આશાથી પાસ સાથે મીટિંગ કરી રહ્યા છીએ.
વરુણ પટેલે એમ પણ કહ્યું હતું કે, અમે અમારી માગણીમાં કોઈ બાંધછોડ કરવાના નથી. એટલું જ નહીં, ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચલાવવાનું પણ તેમણે જણાવ્યું હતું કે, એટલું જ નહીં, વરુણે એમ પણ ઉમેર્યું હતું કે, અમે 14 યુવાનો ગુમાવ્યા છે, જેનું અમને દુઃખ છે. આમ છતાં અમે આ બધું ભૂલીને આગળ વધી રહ્યા છીએ. આ જ મોટી વાત છે.
સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ને બે દિવસ પહેલા મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. આ પછી ઉદયપુર સ્થિત હાર્દિક પટેલના નિવાસસ્થાને પાસના કન્વીનરોની એક બેઠક મળી અને આ બેઠકમાં સરકાર સાથે 11 પ્રતિનિધીઓ ચર્ચા કરશે, તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રતિનિધિઓ સરકાર સાથે મંત્રણા કરવાના છે. બીજી તરફ આંદોલન સાથે જોડાયેલા એસપીજીએ આ મંત્રણાનો વિરોધ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે, આ આંદોલન આખા સમાજનું છે. આંદોલન માત્ર પાસનું નથી.
અમદાવાદઃ ગુજરાત સરકાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) વચ્ચે પાટીદાર અનામત મુદ્દે આજે બપોરે 11.30 કલાકે મંત્રણા શરૂ થશે. જોકે, આ પહેલા આંદોલન સાથે જોડાયેલા સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)એ આ મંત્રણા સામે વિરોધ નોંધાવ્યો છે. નોંધનીય છે કે, સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં સરકારના પ્રતિનિધીઓ પાસના 11 પ્રતિનિધી સાથે ચર્ચા કરવાના છે.