નવું નજરાણું: ગુજરાતમાં કઈ જગ્યાએ STની 40 ઈ-બસો દોડશે, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jan 2019 07:58 AM (IST)
1
ગુજરાત સરકાર હવે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા માટેનું માળખું તૈયાર કરવાનું વિચારી રહી છે. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો માટે શહેરોમાં અને હાઇવે પર સ્ટેશનો ઊભા કરવાની સાથે બેટરી રિપ્લેસમેન્ટ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
2
આ બસોના ચાર્જિંગ માટે એસટી ડેપોમાં ચાર્જિંગ સ્ટેશન પણ ઊભાં કરવામાં આવશે. આ જ રીતે ઓલા, ઉબેર અને અન્ય સંચાલકો સાથે બેઠક યોજી તેમને પણ સિટી સર્વિસમાં ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા જણાવાયું છે.
3
ગાંધીનગર: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એસટી બસ સર્વિસમાં 40 ઈ-બસ મુકવામાં આવશે. હાલ કુલ 80 બસો અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડે છે જે પૈકી 50 ટકા બસો ઈલેક્ટ્રિક કરી દેવામાં આવશે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, ટૂંકા અંતરમાં ઈલેક્ટ્રિક વાહનોનું સંચાલન સારી રીતે થઈ શકે છે જેથી હાલ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઈલેક્ટ્રિક બસનો નિર્ણય લેવામાં આવ્યો છે.