જસદણમાં કુંવરજીને હરાવવા કોંગ્રેસે બે પાટીદાર, બે કોળી દાવેદારોની બનાવી પેનલ, ગમે તે એકની થશે પસંદગી, જાણો વિગત
કોંગ્રેસે નક્કી કરેલી પેનલના ચારેય નામો દિલ્હી મોકલી દેવાયા છે. હવે બે-ત્રણ દિવસમાં જ હાઇકમાન્ડ આખરી નિર્ણય લઇ ઉમેદવાર જાહેર કરશે. જસદણ પેટાચૂંટણીના મેદાને જંગમાં ઉતરવા કોંગ્રેસ કવાયત શરૂ કરી દીધી છે ત્યારે હવે ચૂંટણીની તારીખ જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસે એવો દાવો કર્યો છે કે, જસદણના મતદારો પક્ષપલટો કરનારાં કુંવરજી બાવળિયાને મતના માધ્યમથી પાઠ ભણાવશે. લોકો હવે ભાજપથી ત્રસ્ત થઇ કોંગ્રેસને જીતાડવાનુ મન બનાવી ચૂક્યા છે.દાવેદારોએ પણ એક સંપ થઇ પેટાચૂંટણી જીતવા નક્કી કર્યુ છે.
અમિત ચાવડાએ જસદણ બેઠકના દાવેદારો ભોળાભાઇ ગોહિલ, ધિરજ શિંગાળા,અરચન નકિયા અને ગજેન્દ્ર રામાણી સાથે બેઠક યોજી પેટાચૂંટણી જીતવા સ્ટ્રેટેજી ઘડી કાઢી હતી. કોંગ્રેસે કુંવરજી બાવળિયા સામે કોળી ઉમેદવારને જ મેદાને ઉતારવા રણનીતિ ઘડી છે કેમ કે,આ બેઠક પર કોળી મતદારોનુ ઘણુ જ પ્રભુત્વ છે.
જસદણની પેટાચૂંટણીને અનુલક્ષીને લાભપાંચમના દિવસે જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્નેહમિલન યોજી જસદણના કાર્યકરો તથા દાવેદારો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં જસદણ બેઠક જીતવા રાજકીય વ્યૂહરચનાની ચર્ચા કરી હતી.
આ ચાર દાવેદારોમાં બે કોળી છે અને બે પાટીદાર છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને હરાવવા કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ આ ચારમાંથી કોઈ એક દાવેદારને બાવળિયા સામે મેદાનમાં ઉતારશે. આ દાવેદારોએ એક થઈને લડવાની ખાતરી હાઈકમાન્ડને આપી છે.
અમદાવાદઃ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની દિલ્હીથી એકાદ બે દિવસમાં જાહેરાત થઇ શકે છે તેથી કોંગ્રેસ હરકતમાં આવી છે. ભાજપ તરફથી આ બેઠક માટે કુંવરજી બાવળિયા નક્કી છે ત્યારે જસદણ પેટાચૂંટણીના જંગ માટે મેદાને ઉતારવા કોંગ્રેસે ચાર દાવેદારોની પસંદગી કરી પેનલ બનાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -